ઓગસ્ટ 2, 2024 10:34 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:34 એ એમ (AM)
7
રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ ત્રણ બાળકોનાં મૃત્યુઃ મૃત્યુઆંક વધીને 61 થયો
રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી છેલ્લાં 24 કલાકમાં વધુ ત્રણ બાળકોનાં મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 61 થયો છે, જ્યારે નવા આઠ કેસ વધતા અત્યાર સુધીનાં કુલ કેસોની સંખ્યા વધીને 148 થઈ છે. પોઝીટીવ કેસની સંખ્યામાં પાંચનો વધારો થયો છે. રાજ્યના કુલ 21 જિલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાય છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ તપાસ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી ચાલુ છે. હાલમાં 27 દર્દી રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધી કુલ 60 દર્દીને રજા આપવામાં આવી છે. અમારા દીવ જિલ્લાના પ્રતિનિધી ભારતી રાવલ...