ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM) ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM)

views 7

કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, “આ વખતનું પહેલું કેન્દ્રીય અંદાજપત્ર એવું છે, જેમાં સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો છે.” સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું, “આ અંદાજપત્રથી ખેડૂતો અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ- MSMEને લાભ થશે. ગત 10 વર્ષમાં દેશમાં આત્મનિર્ભરતા વધી હોવાનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું.

નવેમ્બર 9, 2024 2:50 પી એમ(PM) નવેમ્બર 9, 2024 2:50 પી એમ(PM)

views 9

તાપી: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે શેરડી પીલાણ સિઝનનો શુભારંભ કરાવ્યો

તાપી જિલ્લાની વ્યારા સુગર મિલમાં આજે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોએ શેરડી પીલાણ સિઝનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સરકારની પશુપાલન લક્ષી વિવિધ યોજનાઓ તથા દૂધ મંડળીમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાની યોજનાના મંજૂરી પત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સી. આર. પાટીલે વ્યારા નગર પાલિકાના 53 કરોડ 74 લાખ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું ઇ લોકાર્પણ અને ખાત મુહુર્ત કર્યું હતું. આ દરમ્યાન સી. આર. પાટીલ દ્વારા વ્યારા સુગરમિલને બેઠી કરવા માટે ખેડૂતોને સહકાર આપવા અપીલ સાથે જિલ્લા કલેકટરને પણ વિનં...

ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM) ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM)

views 10

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા નીરના વધામણાં કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતાં નર્મદા નદીના નીરમાં વધામણાં કરવા આજે કેવડીયા જશે. આ કાર્યક્રમમાં તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ જોડાશે. બાદમાં  નર્મદા બંધના  10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે. જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને સાવચેત કરાયા છે. હાલ બંધની સપાટી 138.61 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 137 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. રાજ્યના ફરી એકવાર મેઘમહેર થતાં અનેક નદીઓની જળસપાટીમ...