માર્ચ 4, 2025 7:01 પી એમ(PM) માર્ચ 4, 2025 7:01 પી એમ(PM)

views 6

ભુજના સરહદી વિસ્તાર ખાવડા નજીકના કુરન ગામમાં BSFની 85મી બટાલિયને સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કર્યું

ભુજના સરહદી વિસ્તાર ખાવડા નજીકના કુરન ગામમાં BSFની 85મી બટાલિયને સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કુરન ગામની પ્રાથમિક શાળાને 1 લાખ 60 હજાર રૂપિયાની કિંમતના ફર્નિચર, રમત ગમતના સાધનો, સ્ટેશનરી અને પુસ્તકો સહિત શૈક્ષણિક સાધનો અપાયા હતા. BSF દ્વારા યોજાયેલી આરોગ્ય શિબિરમાં દર્દીઓની તપાસ કરી મફત દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભુજ BSF સેક્ટરના DIG અનંતસિંઘ, કમાન્ડન્ટ મનીષ રંજન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. BSF દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરહદી વ...

જાન્યુઆરી 26, 2025 6:06 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:06 પી એમ(PM)

views 8

ભારતીય સરહદી સુરક્ષાદળે કચ્છ સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો

કચ્છ સરહદેથી ભારતીય સરહદી સુરક્ષાદળે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે બીએસએફ દ્વારા ચલાવાયેલા આ વિશેષ અભિયાનમાં પાકિસ્તાની નાગરિકને પકડી લેવાયો હતો. બીએસએફના જવાનો પહેરો ભરી રહ્યાં હતા ત્યારે પાકિસ્તાનની સરહદ પર શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી જેને કારણે સતર્ક થયેલા જવાનોએ શોધ અભિયાન શરૂ કર્યું હતું જેમાં ખાવર નામનો પાકિસ્તાની નાગરિક ઝડપાઇ ગયો હતો. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે.

ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM)

views 8

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સથી 71000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવનિયુક્ત ઉમેદવારોને વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 71 હજારથી વધુ નિમણૂકપત્ર એનાયત કરશે. ગાંધીનગરના બીએસએફ હેડ ક્વાટર્સ ખાતે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરાશે. દેશભરના 45 સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધlતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે, જે દેશનિર્માણ અને સ્વરોજગારમાં યુવાનોની ભાગીદારીને તક પૂરી પાડશે. દેશભરમાંથી પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોની ગૃહ મંત...

ઓક્ટોબર 6, 2024 7:29 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:29 પી એમ(PM)

views 9

બનાસકાંઠા: સૂઈગામમાં બુટ કેમ્પનું સમાપન, વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમથી માહિતગાર કરાયા

બનાસકાંઠાના સૂઈગામ ખાતે ગુજરાત પ્રવાસન અને સરહદ સુરક્ષા દળ-BSF દ્વારા આયોજિત ત્રણ દિવસીય બુટ કેમ્પનું આજે સમાપન થયું. આઠમા તબક્કાની આ શિબિરમાં રાજસ્થાનની એક શાળાના 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને સરહદ વ્યવસ્થાપન અને શિસ્તના પરિચય સાથે લશ્કરી તાલીમની મૂળભૂત બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તેઓને ઉપરાંત શારીરિક તાલીમ, યોગ, રૂટ માર્ચ, શસ્ત્રોનું સંચાલન સહિતની તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ નડાબેટની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલ દેશના યુવાનોમાં જુસ્સો...

જુલાઇ 12, 2024 10:01 એ એમ (AM) જુલાઇ 12, 2024 10:01 એ એમ (AM)

views 9

ભૂતપૂર્વ અગ્નિવીરોને હવેથી કેન્દ્રીય સુરક્ષા દળોમાં 10 ટકા અનામતનો મળશે લાભ

કેન્દ્રીય સુરક્ષા દળોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે હવે 10 ટકા અનામત અમલી બનશે. અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય દળો દ્વારા આ જાહેરાત કરાઈ છે. સીમા સુરક્ષા દળ – BSF, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ – CRPF, કેન્દ્રીય ઔદ્યોગીક સુરક્ષા દળ -CISF તેમજ સશસ્ત્ર સીમા દળોમાં અગ્નિવીરોને હવે અનામતનો લાભ મળશે. તમામ દળોના પ્રમુખોએ પત્રકારોન સંબોધતા કહ્યું કે ભૂતપૂર્વ અગ્નિવીરોને આ અનામત હેઠળ વય મર્યાદામાં છૂટ મળશે. આ માટે તેમને કોઈ શારીરિક પરીક્ષા પણ નહીં આપવાની રહે. CISFના મહાનિદેશક નીના સિંહે ...