ઓક્ટોબર 11, 2024 6:27 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 6:27 પી એમ(PM)
2
દીવ: ખરાબ વાતાવરણના કારણે વણાકબારાના દરિયામાં બોટની જળસમાધિ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારાના દરિયામાં એક બોટે ખરાબ વાતાવરણના કારણે મધદરિયે જળસમાધિ લીધી હતી. મધદરિયે 40 થી 45 કિ.મી દુર જળસમાધિ લીધી હતી, અને બોટ માલિકને લાખનું નુકસાન થયુ છે. દરિયામાં રહેલી અન્ય બોટના અન્ય ખલાસીઓએ દેવસાગર બોટના માછીમારે બચાવીને સહી સલામત વણાકબારા જેટી પર લાવ્યા હતા. આ બોટના માલિક ચંદ્રકાંત ટંડેલે બોટ એસોશિએશનના પ્રમુખ ભાવેશ સિકોતરીયાને રજૂઆત કરતાં તેમણે તંત્ર સમક્ષ સહાયની માંગણી કરી હતી.