જાન્યુઆરી 15, 2025 1:17 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:17 પી એમ(PM)
4
બાંગ્લાદેશ: BNPની આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજવાની માંગ
બાંગ્લાદેશમાં, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી - BNPએ માંગ કરી છે કે દેશની વચગાળાની સરકારે દેશના હિતમાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજવી જોઈએ. BNPના મહાસચિવ મિર્ઝા ફખરુલે ઢાકામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ વર્ષના મધ્ય સુધીમાં એટલે કે જુલાઈ અને ઓગસ્ટ વચ્ચે ચૂંટણી યોજી શકાય છે. યુનાઈટેડ ન્યૂઝ ઓફ બાંગ્લાદેશના અહેવાલ મુજબ, ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે સોમવારે રાત્રે પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. BNPના મહાસચિવે વચગાળાની સરકાર, ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોને આ વર્ષના મધ્ય સુધીમ...