ડિસેમ્બર 14, 2024 1:38 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:38 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રીએ સ્વર્ગીય રાજ કપૂરની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા સ્વર્ગીય રાજ કપૂરને આજે તેમની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું કે, રાજ કપૂર માત્ર એક ફિલ્મનિર્માતા જ નહીં પરંતુ સાંસ્કૃતિક રાજદૂત હતા કે, જેઓ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ સુધી લઈ ગયા. પ્રધાનમંત્રીએ સિનેમા પ્રત્યે તેમના જુસ્સાની પ્રશંસા કરતા કહ્યું, રાજ કપૂરની ફિલ્મો કલાત્મકતા અને લાગણીઓનું મિશ્રણ છે, જે સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ અને સંઘર્ષોને પ્રતિબિંબિત કરે...