નવેમ્બર 9, 2024 2:40 પી એમ(PM)

views 7

નવસારી: ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આગ લાગતાં 3 વ્યક્તિઓના મોત

નવસારી જિલ્લાના ગણદેવી-બીલીમોરા રોડ ઉપર આવેલા એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આગ લાગતાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, અને 4 ને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બીલીમોરા નજીક દેવસર ખાતે આવેલા એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં સવારે ટ્રકમાંથી કેમિકલના ગોડાઉનમાં કેમિકલના ડ્રમ ઉતારતી વખતે અચાનક આગ લાગી હતી.. ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લેતાં ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. અન્ય 4 મજુરો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ઘટનાની પોલીસે વધુ ત...