ઓક્ટોબર 11, 2024 1:55 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 1:55 પી એમ(PM)

views 13

બિહાર: પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રૂ.225 કરોડની સહાય

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરથી અસરગ્રસ્ત 3.21 લાખ પરિવારોના ખાતામાં 225 કરોડ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરી છે. ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેમણે આ વળતર રાશી પીડિતો માટે જાહેર કરી હતી. રાજ્ય સરકારે નવા પ્રસ્તાવ પ્રમાણે પ્રત્યેક પૂર પીડિત પરિવારને સાત હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે, જે અગાઉ 6 હજાર રૂપિયા હતી. ગંડક અને કોસી નદીના જળસ્તરમાં થયેલા વધારા બાદ સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે અસરગ્રસ્ત બનેલા પરિવારોને સહાયનો આ બીજા તબક્કો છે. આ પૂર્વે બિહાર સરકાર 4.38 લાખ પૂર પરિવ...

ઓગસ્ટ 22, 2024 10:24 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 10:24 એ એમ (AM)

views 19

ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પાટલીપુત્ર ખેલ પરિસર ખાતે પ્રારંભ થયો

ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પાટલીપુત્ર ખેલ પરિસર ખાતે પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારી આ પૂર્વીય લીગ 25 ઑગસ્ટના રોજ પૂર્ણ થશે. બિહાર યોગાસન ખેલ સંઘ પહેલીવાર તેની મેજબાની કરી રહ્યું છે. આ લીગમાં પૂર્વીય ક્ષેત્રના રાજ્યોમાંથી પાંચસો મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે. આ લીગનું સીધું પ્રસારણ ખેલો ઇન્ડિયા મહિલા લીગની સત્તાવાર યુટ્યૂબ ચેનલ પર પ્રસારિત કરાશે.

ઓગસ્ટ 2, 2024 10:45 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:45 એ એમ (AM)

views 14

સીબીઆઈએ નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરિતી કેસમાં 13 આરોપી સામે આરોપનામું દાખલ કર્યું

કેન્દ્રીય તપાસ પંચ – CBIએ બિહારમાં નીટ યૂજી પ્રવેશ પરીક્ષા પેપર લીક મામલે ગઈકાલે 13 આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું છે. આ આરોપનામામાં મુખ્ય આરોપી મનિષ પ્રકાશ, સિકન્દર યાદવેંદુ તેમજ 11 અન્ય સામે કેસ નોંધવામાં આવ્યા છે. બિહાર પોલીસના આર્થિક ગુનાખોરી એકમે પેપર લીક મામલે સંગઠીત કૌભાંડને ઉજાગર કર્યું હતું. 4 મેના રોજ પટણાના શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો હતો. જે બાદ આ સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ હતી. તપાસ એજન્સીએ તપાસ દરમિયાન પુરાવાઓ માટે ઉચ્ચ ફોરન્સિક તકનિક, AI, CCTV ફૂટ...