જાન્યુઆરી 15, 2025 3:17 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 3:17 પી એમ(PM)

views 8

રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાના હસ્તે નોંધણવદર, હણોલ ગામે અનેક યોજનાઓનું લોકાર્પણ

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ પાલીતાણાના નોંધણવદર અને હણોલ ગામમાં મકરસંક્રાતિના પર્વના દિવસે અનેક યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યું હતું. મનસુખ માંડવીયાએ પાલીતાણાની નોંધણવદર શાળા ખાતે વર્ષ 2018-19 માં વર્ષમાં સંસદ ગ્રાન્ટમાંથી ફાળવેલા 34 લાખ રૂપિયામાંથી તૈયાર થયેલા આઠ રૂમ તેમજ શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત નોંધણવદર ગામમાં 74 લાખના અન્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને પાલીતાણાના હણોલ ગામમાં રોડના કામોનું ખાતમુર્હુત કર્યું હતું.

ડિસેમ્બર 14, 2024 4:20 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 4:20 પી એમ(PM)

views 10

ભાવનગર: દિવ્યાંગજનોને સહાય યોજના હેઠળ મૂલ્યાંકન શિબિરનું આયોજન

દિવ્યાંગજનો માટે એડ્સ એન્ડ એપ્લાયન્સીસની ખરીદી અને ફીટીંગ માટે દિવ્યાંગજનોને સહાય યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં મૂલ્યાંકન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી ADIP યોજના હેઠળ દિવ્યાંગજનોને મૂલ્યાંકન કર્યા પછી જરૂરી સહાયક ઉપકરણો નિઃશુલ્ક આપવામાં આવે છે. 18 ડિસેમ્બર સુધી ચાલનારી આ મૂલ્યાંકન શિબિરનું આયોજન ઉજ્જૈનની ALIMCOના સહયોગથી કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ભાવનગર શહેર, ભાવનગર ગ્રામ્ય, ઘોઘા, સિહોર, વલ્લભીપુર, ઉમરાળા અને તળાજામાં મૂલ્યાંકન શિબિર સફળતાપૂર્...

ઓક્ટોબર 30, 2024 9:45 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 9:45 એ એમ (AM)

views 2

કઝાકિસ્તાનથી આવેલા હેરિયર પંખીઓ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મહેમાન બન્યા

ભાવનગરના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કઝાકિસ્તાનથી આવેલા બારસો જેટલા હેરિયર પંખીઓ મહેમાન બન્યા છે. રેન્જ ઓફિસર ડી. જી. ગઢવીએ જણાવ્યું હતું કે, વર્ષાઋતુ પૂર્ણ થવા સાથે અને શિયાળાની ઋતુના આગમન થતાં વેળાવદર ઉદ્યાન અને આસપાસના ઈકો ઝોનમાં હેરિયર પંખીઓ મહેમાનગતિ માણવા આવી પહોંચતા હોય છે. અત્યાર સુધીમાં અનેક પંખીઓ સતત ઊડાન ભરીને હિમાલયની પર્વતમાળા ઓળંગીને શિયાળો ગાળવા વેળાવદર પહોંચ્યા છે.

ઓક્ટોબર 27, 2024 9:29 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:29 એ એમ (AM)

views 3

ભાવનગર: સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં સાયન્સ પ્રદર્શન યોજાયું

ભાવનગરમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં શનિવારે ધોરણ-3થી 9ના બાળકોનું સાયન્સ પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓએ પોતાની બુદ્ધિ ક્ષમતા અનુસાર ફાયર સેફ્ટી, સ્માર્ટ સિટી, ભૂકંપથી બચવા માટેના વૈજ્ઞાનિક ઉપાયો, જ્વાળામુખીના વૈજ્ઞાનિક કારણો જેવા લગભગ 70થી પણ વધારે પ્રોજેક્ટોનું પ્રદર્શન રજૂ કર્યું હતું.

ઓક્ટોબર 27, 2024 9:11 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:11 એ એમ (AM)

views 6

ભાવનગર ડિવિઝનની પોરબંદર-કોચ્ચુવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય

પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની પોરબંદર-કોચ્ચુવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન નં. 20910ના પ્રસ્થાનનો સમય બદલવાનો નિર્ણય કર્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું કે, આ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન નં. 20910ની ઝડપ વધારવા માટે સાત નવેમ્બરથી ઉપડવાનો નિર્ધારીત સમય સાંજના 6.40 કલાકને બદલે 6.55 કલાક કરાયો છે. ટ્રેન 15 મિનિટ મોદી ઉપડ્યા બાદ પણ પોતાના ગંતવ્ય સ્થાને નિર્ધારિત સમયે જ પહોંચી જશે. તેથી મુસાફરોનો 15 મિનિટનો સમય બચશે. આ ટ્રેનની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વે...