ઓક્ટોબર 27, 2024 8:49 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 8:49 એ એમ (AM)
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે, વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, જ્યાં તેઓ કેટલાકં પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને શિલારોપણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ આવતી કાલે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસ ખાતે C-295 વિમાનનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સનું ઉદઘાટન કરશે. ભારતમાં લશ્કરી વિમાનનાં ઉત્પાદન માટેની ખાનગી ક્ષેત્રની આ પ્રથમ એસેમ્બલી લાઇન છે. ઉડ્ડયન ક્ષેત્રમાં આ મહત્વની મેક ઇન ઇન્ડિયા પહેલ છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ સ્પેનની એરબસ સાથે મળીને આ...