જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM) જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM)

views 11

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે.

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે. દીકરીઓનાં રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાનાં સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, અર્ધ લશ્કરી દળો, દિલ્હી પોલિસ, વિદ્યાર્થિનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લેશે. 10મી વર્ષગાંઠની ઉજવણી 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સુધી ચાલશે. રાજ્ય અને જિલ્લા સ્તરે પણ આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.