ઓગસ્ટ 28, 2024 8:53 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 8:53 એ એમ (AM)
9
મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ વચ્ચે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના જે જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે, તેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપરુ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા...