માર્ચ 25, 2025 2:21 પી એમ(PM) માર્ચ 25, 2025 2:21 પી એમ(PM)

views 7

BCCI એ પહેલી ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીના સમયગાળાને આવરી લેતી સીઝન માટે ભારતીય મહિલા ટીમ માટે રિટેનરશિપની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પહેલી ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીના સમયગાળાને આવરી લેતી સીઝન માટે ભારતીય મહિલા ટીમ માટે રિટેનરશિપની જાહેરાત કરી છે. ક્રિકેટનાં તમામ ફોર્મેટનાં સુકાની હરમનપ્રીત કૌર, સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને સ્ટાઇલિશ ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને વર્ષોથી તેમના સતત પ્રદર્શન માટે ગ્રેડ એમાં સ્થાન આપવામાં આવ્યું છે. રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ અને શેફાલી વર્માને ગ્રેડ બીમાં જાળવી રાખવામાં આવ્યા છે. ભારતીય મહિલા ટીમ આગામી મહિને 27મી તારીખે શ્રીલંકા...

જાન્યુઆરી 17, 2025 2:27 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 2:27 પી એમ(PM)

views 6

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ દ્વારા જાહેર કરાયેલા મહિલા પ્રીમિયર ક્રિકેટ લીગના કાર્યક્રમ મુજબ, લીગની ત્રીજી સિઝનની પહેલી મેચ 14 ફેબ્રુઆરીએ રમાશે

BCCI એટલે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ દ્વારા જાહેર કરાયેલા મહિલા પ્રીમિયર ક્રિકેટ લીગના કાર્યક્રમ મુજબ, લીગની ત્રીજી સિઝનની પહેલી મેચ 14 ફેબ્રુઆરીએ રમાશે. વડોદરાના BCA સ્ટૅડિયમ ખાતે બીજી સીઝનની ચેમ્પિયન ટીમ રોયલ ચૅલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આ તમામ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. આ સિઝનમાં બરોડા, બેંગ્લોર, લખનઉ અને મુંબઈ દ્વારા મેચનું આયોજન કરાશે.

ડિસેમ્બર 10, 2024 1:56 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 1:56 પી એમ(PM)

views 8

BCCIએ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે દેવજીત સાઇકિયાની નિયુક્તિ કરી

બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા-BCCIએ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે દેવજીત સાઇકિયાની નિવૃત્તિ કરી છે. બોર્ડના કાર્યકારી પ્રમુખ રોજર બિન્નીએ તાજેતરમાં ICCના નવા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનારા જય શાહની જગ્યાએ સાઇકિયાની નિયુક્તિ કરી છે.દેવજીત સાઇકિયા ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને હાલમાં BCCIના જોઈન્ટ સેક્રેટરી છે.બિન્નીએ નિયમો હેઠળ કાયમી સચિવની નિમણૂક ન થાય ત્યાં સુધી તેમની બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને કામચલાઉ વ્યવસ્થા તરીકે સાઇકિયાની નિયુક્તિ કરી છે. તેઓ સપ્ટેમ્બર વર્ષ 2025 સુધી આ...

ઓગસ્ટ 28, 2024 2:55 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 2:55 પી એમ(PM)

views 11

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તેઓ અધ્યક્ષ પદ માટે એકમાત્ર નોમિની હતા. તેઓ આ વર્ષે પહેલી ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. 35 વર્ષના જય શાહ આ હોદ્દો સંભાળનાર યુવા અધ્યક્ષ છે. 20મી ઓગસ્ટનાં રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બારકલે ત્રીજી મુદત નહીં માંગે અને નવેમ્બરમાં તેમની મુદત પૂર્ણ થયે રાજીનામું આપશે.

ઓગસ્ટ 28, 2024 12:07 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 12:07 પી એમ(PM)

views 8

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તેઓ અધ્યક્ષ પદ માટે એકમાત્ર નોમિની હતા. તેઓ આ વર્ષે 1લી ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. 35 વર્ષના જય શાહ આ હોદ્દો સંભાળનાર યુવા ચેરમેન છે. 20મી ઓગસ્ટનાં રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્ડી ત્રીજી મુદત નહીં માંગે અને નવેમ્બરમાં તેમની મુદત પૂર્ણ થયે રાજીનામું આપશે.