ઓક્ટોબર 11, 2024 7:26 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 7:26 પી એમ(PM)
4
મહાદેવ બેટિંગ એપ કૌભાંડ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની ધરપકડ
સત્તાવાળાઓએ મહાદેવ બેટિંગ એપ કૌભાંડ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની આજે દુબઈમાં ધરપકડ કરી છે. ભારતના એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા ગયા વર્ષે જારી કરાયેલી રેડ કોર્નર નોટિસના આધારે સૌરભ ચંદ્રાકરની ધરપકડ કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરાઈ છે અને આરોપી ચંદ્રાકરને એકાદ અઠવાડિયામાં ભારત લાવવામાં આવે એવી સંભાવના છે.