જાન્યુઆરી 15, 2025 6:53 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:53 પી એમ(PM)
3
બાંગ્લાદેશ: ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાન નિર્દોષ જાહેર
બાંગ્લાદેશમાં, સુપ્રીમ કોર્ટે ઝિયા ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાન અને અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. BSS અનુસાર, મુખ્ય ન્યાયાધીશ સૈયદ રેફાત અહમદની અધ્યક્ષતાવાળી અદાલતે સર્વાનુમતે આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરતો ચુકાદો આપ્યો જેમાં બેગમ ખાલિદા ઝિયાની શરૂઆતની પાંચ વર્ષની જેલની સજા વધારીને 10 વર્ષ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેમને દોષિત ઠેરવતો નીચલી અદાલતનો આદેશ પણ રદ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસ આરોપીઓ સામે બદલો લેવા માટે દાખલ...