ફેબ્રુવારી 6, 2025 11:04 એ એમ (AM) ફેબ્રુવારી 6, 2025 11:04 એ એમ (AM)

views 12

અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી સુધી યોજાનારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવથી યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનો લાભ મળશે. આ દરમિયાન જિલ્લાકક્ષાની 20 સમિતિ, 750થી વધુ પોલીસ અને ગૃહરક્ષક દળના જવાન સહિત સ્વચ્છતા માટે 450 સફાઈ કર્મચારીઓ ખડેપગે રહેશે. બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે ગઈકાલે પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી હતી.

નવેમ્બર 9, 2024 7:06 પી એમ(PM) નવેમ્બર 9, 2024 7:06 પી એમ(PM)

views 10

બનાસકાંઠા: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં માટે પ્રચાર વેગવંતો બન્યો

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિ-પાંખીયા ચૂંટણી જંગમાં પ્રચાર વેગવંતો બન્યો છે. ઉમેદવારો દ્વારા ગામડે-ગામડે સભાઓ કરાઇ રહી છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ખડોલ, ચાળા, લિંબાળા અને જેલાણા સહિત 13 સભાઓ કરી, તો બીજી તરફ મંત્રી ભીખુસિંહ પરમાર અને અલ્પેશ ઠાકોરે પણ સ્વરૂપજી ઠાકોરના પ્રચારના સનેખડા, અને કુવાળા સહિતના વિવિધ ગામોમાં ચૂંટણી સભાઓ ગજવી. અપક્ષ ઉમેદવાર માવજી પટેલે યુવા મતદારોને આકર્ષવા આજે ટીમા ગામેથી વિશાળ બાઇક રેલી યોજીને વાવના અનેક ગામોમાં સભાઓ કરી તો કોંગ્રેસ ઉમે...

ઓક્ટોબર 11, 2024 3:00 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 3:00 પી એમ(PM)

views 8

રાજ્યભરમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન

રાજ્યભરમાં 15મી ઓક્ટોબર સુધી ઉજવાઇ રહેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેમાં બનાસકાંઠાના થરાદમાં પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને અંદાજે 41 કરોડ રૂપિયાના 136 વિકાસકામો કામોનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સંભોધન કર્યું હતું. આ પ્રસંગે સહુ એ ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી. મંત્રીશ્રીના હસ્તે એક પ...

ઓક્ટોબર 6, 2024 7:29 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:29 પી એમ(PM)

views 11

બનાસકાંઠા: સૂઈગામમાં બુટ કેમ્પનું સમાપન, વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમથી માહિતગાર કરાયા

બનાસકાંઠાના સૂઈગામ ખાતે ગુજરાત પ્રવાસન અને સરહદ સુરક્ષા દળ-BSF દ્વારા આયોજિત ત્રણ દિવસીય બુટ કેમ્પનું આજે સમાપન થયું. આઠમા તબક્કાની આ શિબિરમાં રાજસ્થાનની એક શાળાના 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને સરહદ વ્યવસ્થાપન અને શિસ્તના પરિચય સાથે લશ્કરી તાલીમની મૂળભૂત બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તેઓને ઉપરાંત શારીરિક તાલીમ, યોગ, રૂટ માર્ચ, શસ્ત્રોનું સંચાલન સહિતની તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ નડાબેટની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલ દેશના યુવાનોમાં જુસ્સો...

ઓક્ટોબર 6, 2024 3:09 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 3:09 પી એમ(PM)

views 9

બનાસકાંઠા: કાર અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણ યુવકના મોત

બનાસકાંઠા જિલ્લામાં કાર અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકના મોત નીપજ્યા છે. ધાનેરા તાલુકાના ખીંમત ગામ નજીક થયેલી આ દુર્ઘટનામાં અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરાયાના અહેવાલ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસના મતે, ધાડા ગામના ચાર યુવક ગરબા જોઈને પરત આવી રહ્યા હતા. દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.