ઓક્ટોબર 6, 2024 7:25 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:25 પી એમ(PM)
7
મહીસાગર: ATM ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 4 લોકોની ધરપકડ; 3.85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
મહીસાગર જિલ્લામાં ATM કાર્ડની અદલા બદલી કરી લોકો સાથે છેતરપિંડી કરનારા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડી 3 લાખ 85 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંતરામપુરથી લુણાવાડા તરફ એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ કારની તપાસ કરતાં 40 એટીએમ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ કરતા રાજ્યના ઝાલોદ, કરજણ અને વડોદરા સહિત અન્ય રાજ્યોમાં પણ ATM ચોરી સામે આવી છે. પકડાયેલા આ ચાર ઇસમો ઉત્તરપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે.