જાન્યુઆરી 26, 2025 1:43 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:43 પી એમ(PM)

views 4

આસામ: ગુવાહાટીમાં 76માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી

આસામમાં પણ 76માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુવાહાટીમાં ખાનપાડામાં યોજાયેલા મુખ્ય સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણપ્રસાદ આચાર્યએ ત્રિરંગો ફરકાવ્યો. તેમણે સંબોધનમાં કહ્યું, સરકાર રાજ્યના ચતુર્મુખ વિકાસ માટે કામ કરી રહી છે. તેમજ રાજ્ય સરકારના પ્રયાસમાં રાજ્યમાં શાંતિ જળવાયેલી છે. રાજ્યપાલે કહ્યું, સરકારના સતત પ્રયાસથી મહિલાઓ સામેના અત્યાચારના કેસમાં ઘટાડો થયો છે. જ્યારે મુખ્યમંત્રી હિમન્તા બિશ્વ સરમાએ પોતાના મંત્રીમંડળના સહયોગીઓની સાથે ડિબ્રુગઢમાં ત્રિરંગો ફરકાવ્યો.