ઓક્ટોબર 10, 2024 9:32 એ એમ (AM)

views 5

પીએમ મોદી આજે આસિયાન–ભારત શિખર પરિષદમાં ભાગ લેવા લાઓસ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી લાઓસની મુલાકાતે જશે. તેઓ લાઓસના પાટનગર વીએતિયાનીમાં 21મી આસિયાન – ભારત શિખર પરિષદ અને 19મી પૂર્વ એશિયા શિખર પરિષદમાં ભાગ લેશ. વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝૂમદારે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લાઓસના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફાન્ડોનના આમંત્રણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસ જવાના છે. જયદીપ મઝૂમદારે વધુમાં જણાવ્યું હતું કે, લાઓસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસિયાન દેશોના વડાઓ સાથે પ્રાદેશિક અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સ...

ઓગસ્ટ 7, 2024 8:34 પી એમ(PM)

views 8

આશિયાન ઇન્ટર-પાર્લામેન્ટ્રી અસેમ્બલી આજે લાઓસ ખાતે શરૂ

આશિયાન ઇન્ટર-પાર્લામેન્ટ્રી અસેમ્બલી – AIPA એડવાઈઝરી ઑન ડેન્જરસ ડ્રગ્સની સાતમી બેઠક આજે લાઓસ ખાતે શરૂ થઈ. ડ્રગ્સ મામલા અંગે સંસદનું ધ્યાન દોરવું અને તેની ભૂમિકાને મજબૂત બનાવવી એ આ બેઠકનું કેન્દ્ર બિંદુ છે. લાઓસ રાષ્ટ્રીય વિધાનસભાના ઉપ-પ્રમુખ ખમ્બે દામલાથની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં A.I.P.A.ના સભ્ય દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ખામ્બેએ માદક પદાર્થ સામેના ગુનાઓને રોકવા, અંકુશમાં લાવવા, નિયંત્રણ અને ઉકેલ લાવવા માટે AIPA સભ્ય દેશોના પ્રયાસો માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.