ડિસેમ્બર 28, 2024 3:24 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 3:24 પી એમ(PM)

views 3

અરવલ્લી: છારાનગરમાં નશો કરીને વાહનો ચલાવતા લોકો સામે કાર્યવાહી

રાજ્ય પોલીસ દ્વારા નશો કરીને વાહનો ચલાવતા વાહન ચાલકો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લા એલસીબી સહિતની અલગ અલગ ટીમ દ્વારા મોડાસા તાલુકાના છારાનગર ખાતે તપાસ કરવામાં આવી હતી. પોલીસની 10 થી વધારે ગાડીઓ તેમજ એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતની ટીમ દ્વારા દરોડા પાડીને પ્રોહીબિશનના ગુનાના છ કેસ કર્યા હતા. આ સાથે જ ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા 9 વાહન ચાલકો સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે.

ઓક્ટોબર 11, 2024 3:37 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 3:37 પી એમ(PM)

views 5

આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ નિમિતે અરવલ્લી કલેક્ટરનો બાળકીઓ સાથે સંવાદ

આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ નિમિતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત અરવલ્લી કલેકટરે બાળકીઓ સાથે સંવાદ કર્યો હતો. કૉફી વિથ કલેકટરના કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ પણ ભાગ લીધો. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર સાથે વિદ્યાર્થિનીઓએ ખુલ્લા મને વાત કરી હતી. પોતાના પ્રશ્નોનુ સમાધાન પણ કલેકટર પાસેથી મેળવ્યુ હતુ. આ સાથે જ ભવિષ્યમાં પોતાની કારકિર્દીને આગળ વધારવા અંગે પણ માહિતી મેળવી હતી. જ્યારે જીલ્લા વિકાસ અધિકારીએ વિદ્યાર્થિનીઓને પોતાના વ્યાપાર ઊભા કરી સ્વરોજગાર મેળવવા પ્રેરિત કર્યા હતા.

ઓક્ટોબર 6, 2024 2:56 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 2:56 પી એમ(PM)

views 5

મહેસાણા, અરવલ્લી અને ગીર સોમનાથમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ

મહેસાણા જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમમાં એક હજાર 418 જેટલી અરજીનો હકારાત્મક નિરાકરણ કરાયું હતું. વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું. જ્યારે વિસનગર તાલુકાના વાલમ ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોની વિવિધ એક હજાર 209 જેટલી અરજીનો નિકાલ કરાયો હતો. અરવલ્લીના બાયડ તાલુકાના આમોદરા ગામમાં દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, આરોગ્ય ચકાસણી, જાતિ આવકના દાખલાઓ, પૂરવઠાને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગ અન...