માર્ચ 19, 2025 7:00 પી એમ(PM) માર્ચ 19, 2025 7:00 પી એમ(PM)

views 4

વલસાડની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMCએ ભાડું ન ચૂકવનાર 16 દુકાનદારોની દુકાનો સીલ કરી

વલસાડની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMCએ ભાડું ન ચૂકવનાર 16 દુકાનદારોની દુકાનો સીલ કરી હતી. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે અગાઉ દુકાનદારોને ચાર નોટિસ આપવામાં આવી હતી. કેટલાક વેપારીઓએ થોડા સમયનું ભાડું ભરવાની તૈયારી બતાવી હતી. જો કે, APMCના સંચાલકોએ નવા ભાડા સાથે અત્યાર સુધીનું તમામ બાકી ભાડું ચૂકવવાનું જણાવ્યું હતું.