ઓક્ટોબર 27, 2024 9:41 એ એમ (AM)

views 18

કેન્દ્રીય ગૃહમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં ‘મૈત્રી દ્વાર’ નામના કાર્ગો ગેટનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર આવેલ પેટ્રાપોલના લેન્ડ પોર્ટ ખાતે નવનિર્મિત પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ અને 'મૈત્રી દ્વાર' નામના કાર્ગો ગેટનું ઉદ્ઘાટન કરશે. 'મૈત્રી દ્વાર' કાર્ગો ગેટ એ બંને દેશો દ્વારા સંમત થયેલી સંયુક્ત સુવિધા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા વર્ષે 9 મેના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ ટર્મિનલનો ઉદ્દેશ્ય ભારત અને બાંગ્લાદેશ બંનેના નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય વેપાર અને ક્રોસિંગની સુવિધા આપવાનો છે. પેટ્રાપોલ કાર્યક્રમ પછી, ન્દ્...

સપ્ટેમ્બર 22, 2024 9:36 એ એમ (AM)

views 63

અમિત શાહ આજે રાજૌરીમાં જનસભાને સંબોધિત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજૌરી વિધાનસભા ક્ષેત્રના નૌશેરામાં જનસભાને સંબોધિત કરશે. અહિયાં તેઓ રાજૌરી વિધાનસભા ઉપરાંત કાલાકોટ-સુંદરબની વિધાનસભા ક્ષેત્રની બેઠકના મતદારોને પણ સંબોધન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. 25 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કામાં 26 વિધાનસભા બેઠકો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સપ્ટેમ્બર 15, 2024 9:47 એ એમ (AM)

views 14

પીએમ મોદીના નેતૃત્વમાં આતંકને નિષ્ફળ બનાવવામાં અભૂતપૂર્વ સફળતા મળી : અમિત શાહ

આજે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના/NSS કોન્ફરન્સ-2024 નું સમાપન સત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપૂર્વ અને LWE પ્રભાવિત વિસ્તારોમાં આતંકને નિષ્ફળ બનાવવામાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. આ ઉપરાંત તેમણે DGsP અને વરિષ્ઠ અધિકારીઓએ નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં અને ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં કરવામાં આવેલી જોગવ...

ઓગસ્ટ 4, 2024 8:56 એ એમ (AM)

views 18

અમિત શાહની દેશવાસીઓને 9 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો લહેરાવા અપીલ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય આંદોલન બની ગયું છે. આ અભિયાને દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે.