ડિસેમ્બર 29, 2025 10:17 એ એમ (AM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુવાહાટીની મુલાકાતે જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુવાહાટીની મુલાકાતે જશે. તેઓ ગુવાહાટીમાં નવા બનેલા 'શહીદ સ્મારક ક્ષેત્ર' ખાતે આસામ ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ શ્રી શાહ નાગાંવ જિલ્લાના બોરદુવામાં વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ બટદ્રવ થાન જશે, અને આધ્યાત્મિક સ્થળના પુનર્વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. બાદમાં ત્યાં જાહેર સભાને પણ સંબોધિત કરશે.

મે 26, 2025 10:57 એ એમ (AM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રમાં ગાંધીનગર NFSU- રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલયના પરિસરનું ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે મહારાષ્ટ્રમાં ગાંધીનગર NFSU- રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલયના પરિસરનું ખાતમુહૂર્ત કરશે. નાગપુરના ચિંચોલી ખાતે આ પરિસરનું નિર્માણ થઈ રહ્યું છે. ગાંધીનગર NFSUના સંસ્થાપક કુલપતિ ડૉક્ટર જે. એમ. વ્યાસે જણાવ્યું, આ વિશ્વ-વિદ્યાલયના નવા પરિસરથી કૌશલ્ય પ્રાપ્ત ન્યાયસહાયક નિષ્ણાતો તૈયાર થશે. નાગપુર પરિસર વિશ્વ-વિદ્યાલયનું અગિયારમું અને મહારાષ્ટ્રનું પહેલું પરિસર હશે. આ પરિસર તપાસ સંસ્થાઓને મદદરૂપ થશે અને ન્યાયસહાયક ક્ષમતા નિર્માણમાં પણ વધારો કરશે એમ શ્ર...

માર્ચ 14, 2025 1:03 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી આસામની ત્રણ દિવસની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ત્રણ દિવસની મુલાકાત માટે આસામ પહોંચશે, જે દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ જોરહાટ એરપોર્ટથી ગોલાઘાટ જશે અને ડેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડેમીમાં રાત્રિ રોકાણ કરશે. આવતી કાલે સવારે, મિઝોરમ જતા પહેલા શ્રી શાહ અત્યાધુનિક પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કરશે. બપોરે 2 વાગ્યે, તેઓ આસામ રાઇફલ્સનાં ઝોખાવસાંગમાં સ્થાનાંતરણ માટે આઇઝોલમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. બાદમાં, તેઓ રાત્રિ રોકાણ માટે ગુવાહાટી પાછા ફરશે. રવિવારે ગૃહ મંત્રી કોકરાઝાર જિલ્લામા...

માર્ચ 3, 2025 2:57 પી એમ(PM)

views 11

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે નાબાર્ડને ગુજરાતનાં ખેડૂતો માટેનાં લઘુ ધિરાણ મોડેલને દેશભરમાં અપનાવવા આગ્રહ કર્યો

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક- નાબાર્ડને ગુજરાતના ખેડૂતો માટે શરૂ કરાયેલું લઘુ ધિરાણ મોડેલ દેશનાં દરેક જિલ્લા સુધી પહોંચાડવા આગ્રહ કર્યો છે. આજે નવી દિલ્હીમાં ડેરી ક્ષેત્રમાં ટકાઉપણા અંગેની કાર્યશાળાનાં ઉદઘાટન પ્રસંગે શ્રી શાહે ગુજરાતમાં ગ્રામીણ ડેરીમાં માઇક્રો એટીએમથી પશુપાલકોને થયેલા ફાયદાનું ઉદાહરણ આપ્યું. આ કાર્યશાળા સહકાર મંત્રાલય અને પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ મંત્રાલયની નીતિઓ અને પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનો હેતુ પર્યાવરણીય જવાબદારી સાથે...

જાન્યુઆરી 26, 2025 7:21 પી એમ(PM)

views 23

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સંગમમાં ડૂબકી લગાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સંગમમાં ડૂબકી લગાવ્યા પછી શંકરાચાર્યોને મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આવતીકાલે સવારે 11:25 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. ગૃહમંત્રી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. સંગમમાં ડૂબકી લગાવ્યા પછી ગૃહમંત્રી, બડે હનુમાનજી મંદિર અને અભયવટ ના દર્શન કરશે. આ પછી, તેઓ જુના અખાડામાં મહારાજ અને અન્ય સંતોને મળશે અને તેમની સાથે ભોજન કરશે. ત્યાંથી તેઓ ગુરુ શરણાનંદના આશ્રમમાં જશે અને ગુરુ શરણાનંદ તથા ગોવિંદ ગિરિ મહારાજને મળશે. મુલાકાતના અંતે તેઓ ...

જાન્યુઆરી 15, 2025 5:52 પી એમ(PM)

views 16

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. અમિત શાહ મ્યુઝીકલ મ્યુઝીયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે અને નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરમાં છ જેટલાં કાર્યક્રમોમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે મ્યુઝીકલ મ્યુઝીયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં હાજરી આપશે. તેઓ નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. 298 કરોડ રૂપિયાન...

જાન્યુઆરી 15, 2025 2:49 પી એમ(PM)

views 20

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અંબોડમાં રૂ.241 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેમનાં તેમના મતવિસ્તાર ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાનાં અંબોડ ખાતે અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. અમિત શાહે માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના કાંઠા પર નીલકંઠ મહાદેવ મંદિર પાસે એક કરોડ 33 લાખ રૂપિયાનાં સંરક્ષણ દિવાલના કામનું ઇ-લોકાર્પણ કર્યું હતું અને માણસા સર્કિટહાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી, જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા પણ ઉપસ્થિ...

જાન્યુઆરી 15, 2025 2:09 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે. ત્યારે હાલ તેઓ તેમના મત વિસ્તારમાં માણસામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અમિત શાહ આજે માણસા સર્કિટ હાઉસ, ગોલથરા ખાતે સગર્ભાઓને લાડુનું વિતરણ કરશે, તેઓ કલોલના નારદીપુરમાં રામજીમંદિરમાં સાધનોનું વિતરણ કરશે. અમિત શાહ કલોલ-સાણંદ રોડનું ખાતમુહુર્ત કરશે તેમજ સઇજ ખાતેના ઓવરબ્રિજ સહિતના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જ્યારે 16મી જાન્યુઆરીના રોજ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ...

જાન્યુઆરી 11, 2025 10:15 એ એમ (AM)

views 33

અમિત શાહ આજે રાષ્ટ્રીય સુરક્ષાની પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ડ્રગ્સની હેરફેરની અસર અંગે ચર્ચા કરવામાં આવશે. આ પરિષદ ખાસ કરીને ઉત્તર ભારતના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહ માદક પદાર્થોના દૂષણને ડામવા અંગેના પખવાડિયાનો પ્રારંભ કરશે. જેમાં 44 હજાર કિલોગ્રામથી વધુ જપ્ત કરાયેલા માદક દ્રવ્યોનો નિકાલ કરવામાં આવશે. આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી ...

નવેમ્બર 9, 2024 6:58 પી એમ(PM)

views 37

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર, NDA અને I.N.D.I.A. જૂથના નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. NDA અને I.N.D.I.A. જૂથના વિવિધ નેતાઓ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે છત્તરપુરના પાલામુ ખાતે ચૂંટણી રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઓબીસી, દલિત અને આદિજાતિ સમુદાયના વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી છે. આજે ધનબાદ જિલ્લાના બાઘમારા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો ભાજપની વેરા નીતિ સમૃધ્ધ વર્ગના મૂડીવાદ...