ફેબ્રુવારી 6, 2025 8:13 એ એમ (AM)

views 11

અમેરિકાથી પરત મોકલાયેલા 33 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચશે

અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 જેટલા ભારતીયોને ગઈકાલે અમેરિકન વિમાનમાં પંજાબના અમૃતસર ખાતે લવાયા હતા. અમારા અમદાવાદના પ્રતિનિધિ જણાવે છે કે, અમેરિકાથી પરત મોકલાયેલા આ ભારતીયોમાં રાજ્યના 33 લોકો સામેલ છે. આમાં પણ સૌથી વધુ લોકો ઉત્તર ગુજરાતના અને એક વ્યક્તિ અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી હોવાનું જણાયું છે. આ તમામ લોકોને આજે સવારે અમદાવાદ લવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકામાં ગેરકાયદે વસતા વિવિધ દેશનાં લોકોને પરત મોકલવા કાર્યવાહી હાથ ધ...

જાન્યુઆરી 26, 2025 7:18 પી એમ(PM)

views 13

USAIDએ બાંગ્લાદેશમાં તમામ સહાય કાર્યક્રમો સ્થગિત કર્યા

યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ, USAIDએ બાંગ્લાદેશમાં તમામ સહાય કાર્યક્રમો સ્થગિત કર્યા છે. બાંગ્લાદેશમાં તેના તમામ અમલીકરણ ભાગીદારોને મોકલવામાં આવેલા પત્રમાં, યુએસ દાતા એજન્સી USAID એ ગઈકાલે કરારો, કાર્ય આદેશો, અનુદાન, સહકારી કરારો, અથવા અન્ય સંપાદન અથવા સહાય સાધન હેઠળ બાંગ્લાદેશમાં કોઈપણ કાર્ય તાત્કાલિક બંધ કરવા અને સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે. શુક્રવારે અગાઉ, યુનાઇટેડ સ્ટેટ્સે લગભગ બધી વિદેશી સહાય સ્થગિત કરી દીધી હતી, જેમાં ફક્ત કટોકટી ખોરાક અને ઇઝરાયલ અને ઇજિપ્ત માટે લશ્...

ઓક્ટોબર 11, 2024 2:02 પી એમ(PM)

views 18

અમેરિકા: મિલ્ટન ચક્રવાતને પગલે ફ્લૉરિડામાં ભારે તારાજી, 30 લાખ ઘરોમાં અંધારપટ

અમેરિકામાં મિલ્ટન ચક્રવાતને પગલે ફ્લૉરિડામાં ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોતના સમાચાર છે. જ્યારે 30 લાખ ઘરોમાં અંધારપટ છવાયો હોવાના અહેવાલ છે. આ વાવાઝોડું બુધવારે રાતે ફ્લોરિડાના પશ્ચિમ તટ ઉપરથી પસાર થયું હતું, જ્યા તે નબળું પડ્યું હતું. આગામી કેટલાક કલાકોમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને તેને સદીનું સૌથી ભયંકર તોફાન ગણાવ્યું છે. ગૃહ સુરક્ષા સલાહકાર અને આપત્તી નિવારણ એજન્સીએ રાષ્ટ્રપતિને ગઈકાલની સ્થિતિ તેમજ હાલમાં ચાલી રહેલા રાહત તેમજ બચાવકામો...

સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી અમેરિકા પ્રવાસ માટે આજે વહેલી સવારે રવાના થયા છે. અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં તેઓ ભાગ લેશે. આ પ્રસંગે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને અન્ય મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યાર બાદ તેઓ ન્યૂ...