સપ્ટેમ્બર 3, 2025 8:52 એ એમ (AM)

views 12

રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા વધારવા 70 નવીન બસોનું લોકાર્પણ

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે ઉત્તર ગુજરાતની મુલાકાત દરમિયાન મહેસાણા ખાતે રાજ્ય, માર્ગ વાહનવ્યવહાર નિગમની નવી 70 બસોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે લાખો માઈભક્તોની સુવિધા માટે 5 હજાર 500 વધારાની બસોના સંચાલનનો શુભારંભ કરાયો. આ બસો 7 સપ્ટેમ્બર સુધી દોડવાશે, જેમાં અંબાજી, ગબ્બર, દાંતા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોને જોડતી બસ સેવાઓનો સમાવેશ થાય છે. અન્ય 55 મિની બસો ગબ્બર, દાંતા અને પાલનપુર જેવા મુખ્ય સ્થળોને જો...