ઓગસ્ટ 3, 2024 9:44 એ એમ (AM)

views 11

ભારત શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે ટાઈ થઈ

શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય મેચની શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે રમાઈ હતી. આ મેચ ટાઈમાં પરિણમી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (58 રન)અડધી સદીની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. યજમાન શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યું હતું. જેમાં શ્રીલંકાની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 230 રન બનાવીને ભારતને જીતવા માટે 231 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાના ઓપનર ...

ઓગસ્ટ 3, 2024 9:28 એ એમ (AM)

views 7

ભારતીય શટલર લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી બન્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પ્રથમ મેડલ મહિલા ખેલાડી મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં જીત મેળવી છે. આ પછી તેણીએ સરબજોત સિંહ સાથે મળીને મિશ્ર ટીમમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. જ્યારે સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હવે લક્ષ્ય સેન પણ ઓલિમ્પિક મેડલથી માત્ર એક ડગલું દૂર છ...

જુલાઇ 28, 2024 8:32 એ એમ (AM)

views 31

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે જોર્ડનમાં રજત જીત્યો

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે WTT યુથ કન્ટેન્ડર અમ્માન જોર્ડનમાં રજત ચંદ્રક જીતી લીધો છે. પ્રી ક્વાર્ટરની ફાઈનલ મેચમાં પ્રથાએ ઇરાનની સરીનાને 3-0થી હરાવી હતી, જે પછી ઇજિપ્તની દલિલાને પણ 3-0થી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમિફાઈનલમાં તેણે હોંગકોંગની યુંગને પણ 3-0થી હરાવી હતી. ફાઈનલ મેચમાં પ્રથાને રજત ચંદ્રક મળ્યો હતો.

જુલાઇ 28, 2024 7:55 એ એમ (AM)

views 133

પ્રધાનમંત્રી મોદી આજે સવારે 11 વાગે મન કી બાતમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચાર રજૂ કરશે. સવારે અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ આ કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન...

જુલાઇ 27, 2024 9:26 એ એમ (AM)

views 11

પશ્ચિમ રેલવે બે ગણપતિ મહોત્સવ સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે દ્વારા ગણપતિ મહોત્સવ દરમિયાન અમદાવાદથી કુડાલ અને અમદાવાદથી મેંગલુરુ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, અમદાવાદ–કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ 3, 10 અને 17 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સવારે સાડા નવ વાગ્યે ઉપડશે. જ્યારે કુડાલ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 4, 11 અને 18 સપ્ટેમ્બરનાં રોજ કુડાલથી સવારે 4.30 કલાકે ઉપડશે. તો અમદાવાદ–મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 6, 13 અને 20 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સાંજે ચાર કલાકે ઉપડશે. અને મેંગલુરુ-અમદ...

જુલાઇ 27, 2024 8:31 એ એમ (AM)

views 147

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એઆઈઆર મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્...

જુલાઇ 27, 2024 8:15 એ એમ (AM)

views 23

ગુજરાત સરકાર અગ્નિવીરોને એસઆરપીમાં પ્રાથમિકતા આપશે : મુખ્યમંત્રી

ગુજરાત સરકાર ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ અને રાજ્ય અનામત પોલિસ દળ-એસઆરપીનીભરતીમાં પ્રાથમિકતા આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સોશિયલ મિડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ દળ અને રાજ્ય અનામત પોલીસ દળ-(એસઆરપીએફ)ની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજના અને અગ્નિવીરોના મામલે વિપક્ષ દ્વારા જનતામાં ...

જુલાઇ 26, 2024 9:25 એ એમ (AM)

views 20

28મી એ પેટા હિસાબનીશ અને હિસાબનીશની પરીક્ષા લેવાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 28 જૂલાઈના રોજ યોજાનાર પેટા હિસાબનીશ તથા હિસાબનીશની ભરતી પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં માહિતી આપતાં જણાવ્યું કે, હવામાન ખાતાની માહિતી મુજબ 28 જુલાઇ સુધીમાં વરસાદ પ્રમાણસર હોવાથી પરીક્ષા 28 જુલાઈએ લેવાશે. જો કે, વરસાદના કારણે જો બસ અને રેલવે સેવા પ્રભાવિત થાય તો પરીક્ષા મોકુફ રાખવા અંગે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હિસાબનીશ તથા પેટા હિસાબનીશની 266 જગ્યાઓ માટે ત્રણ તબક્કામાં ભરતી પરીક્ષા...

જુલાઇ 26, 2024 8:56 એ એમ (AM)

views 21

રાજયમાં કરાર આધારિત 1,110 તબીબોની સરકારી હોસ્પિટલમાં નિમણૂંક

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠત્તમ બનાવવા ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં ૧૧૧૦ જેટલા બોન્ડેડ તબીબોની નિમણૂક કરવામાં આવી છે. સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા આ તમામ બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ બજાવશે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર રાજ્યની ૩૧ જિલ્લા હોસ્પિટલમાં ૧૩૨, ૫૧ પેટા જિલ્લા હોસ્પિટલમાં ૧૧૯, ૨૨૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૧૦, ૪૯૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૪૩૦ અને રાજ્યની ૫૭ ESIC હોસ્પિટલમાં ૧૧૯ મળીને રાજ્યની કુલ ૮૫૬ હોસ્પિટલમાં કુલ ૧૧૧૦ તબીબ...

જુલાઇ 26, 2024 8:32 એ એમ (AM)

views 16

રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો, આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શાંત થતાં પૂરની સ્થિતિમાંથી રાહત મળી છે. આ દરમિયાનમાં હવામાન વિભાગે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતનાં સુરત અને નવસારી સહિતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેંજ અલર્ટ જાહેર કર્યું છે. અમારા સંવાદદાંતા જણાવે છે કે, ગઇકાલે વરસાદમાં રાહત થવા છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અમુક સ્થળોએ પાણી ભરાયેલા છે. ભારે વરસાદને કારણે રાજ્યના 40 ડેમમાં પાણી છલકાયા છે. NDRF ની ટુકડીઓએ ગઇકાલે પૂર અસરગ્રસ...