ઓક્ટોબર 10, 2024 9:24 એ એમ (AM)

views 11

બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું

ભારતે બાંગલાદેશ સામેની બીજી ટી-20 મેચમાં ગઇકાલે 86 રનથી ભવ્ય વિજય મેળવીને ત્રણ મેચોની શ્રેણી 2-0થી જીતી લીધી છે. નવી દિલ્હીનાં અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જીત સાથે ભારતે ટી-20નાં ઇતિહાસમાં બાંગલાદેશ સામે સૌથી વધુ સરસાઇનો વિક્રમ સર્જ્યો છે. અગાઉ તેણે ટી 20 વર્લ્ડકપમાં 50 રનથી વિજય મેળવ્યો હતો. 222 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા બાંગલાદેશે મર્યાદિત 20 ઓવરમાં નવ વિકેટે 135 રન કર્યા હતા. મહમુદુલ્લાહે સૌથી વધુ 41 રન કર્યા હતા. ભારત વતી નિતિશ રેડ્ડીઅને વરૂણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. અગ...

ઓક્ટોબર 10, 2024 8:41 એ એમ (AM)

views 14

પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું મુંબઇમાં નિધન

સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને નવીનીકરણ પ્રત્યેની અતૂટ પ્રતિબધ્ધતા સાથે રતન ટાટાનાં નેતૃત્વમાં ટાટા જૂથે તેની વૈશ્વિક ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું અને હંમેશા પોતાનાં નૈતિક દાયરા પ્રત્યે નિષ્ઠાવાન રહ્યા. તેમનાં પરિવાર...

ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM)

views 15

રાજ્યના ૬૦,૨૪૫ કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે : ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારનાં કર્મચારીઓને છઠ્ઠાને બદલે સાતમા પગારપંચ મુજબ ભથ્થાં આપવાનો અને 2005 પહેલાંનાં કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વય નિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  રાજ્ય સરકારનાં કર્મચારીઓની ઉચ્ચક બદલી દરમિયાન મુસાફરી ભથ્થું અને વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે. ગઈ કાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ...

ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM)

views 12

શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરાશે નહીં : એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે, અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચા કરશે નહીં. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં IC સેન્ટર ફોર ગવર્નન્સ દ્વારા આયોજિત વહીવટીતંત્ર પરના સરદાર પટેલ વ્યાખ્યાનમાં ભાગ લેતા પત્રકારો સાથે વાતચીત કરી હતી. ડૉ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરિ...

ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM)

views 9

એસટી દ્વારા સિદ્ધપુરથી દ્વારકાની નવી સ્લીપર કોચ બસ શરૂ કરાઇ

સિધ્ધપુર પંથકની જનતા માટે સિધ્ધપુરથી સીધા યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે જઇ શકે તેવી સિધ્ધપુર - દ્વારકા સ્લીપરકોચ બસનો પ્રારંભ થયો છે. સિધ્ધપુરથી દ્વારકા જતી નવીન સ્લીપર કોચ બસને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ દરરોજ નિયમિત સિધ્ધપુરથી દ્વારકા જશે અને દ્વારકાથી સિધ્ધપુર પરત આવશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર મત વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ બસનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ બસ સાંજે 18:00 કલાકે સિદ્ધપુરથી ઉપડી વાયા પાટણ, બેચરાજી, સ...

ઓક્ટોબર 6, 2024 8:49 એ એમ (AM)

views 12

આજે રજાના દિવસે કેબિનેટની બેઠક મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રવિવારના દિવસે સાંજે 4:30 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. આજે સાંજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાનાર છે.. જેમાં કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.. આ ઉપરાંત ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ છે... આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેની પણ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે..

ઓક્ટોબર 6, 2024 8:28 એ એમ (AM)

views 13

જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ

રાજ્ય સરકાર અને સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચે જૂની પેન્શન યોજના અને અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર સાથે બેઠક યોજાઇ હતી. આજે આ મામલે સરકાર દ્વારા નિવેડો લાવવામાં આવે તેવી સંભાવના છે. કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે અગાઉ યોજાયેલી બેઠક બાદ ફરી એક વખત ગઇકાલે સાંજે વિવિધ પડતર માંગણીઓ અંગે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરકાર અને કર્મચારીઓએ વચ્ચે સકારાત્મક વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી હતી. જૂની પેન્શન યોજના તેમજ સાતમા પગાર પંચ સહિતની બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. કર્મચારી મહામંડળ પ્રમુખ દિગ્વીજયસ...

ઓક્ટોબર 1, 2024 10:40 એ એમ (AM)

views 17

અભિનેતા ગોવિંદાને ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગતાં ઘાયલ થયા છે. તેમને તેમની પિસ્ટલમાંથી નીકળેલી ગોળી વાગી છે. આ ઘટના મંગળવારે સવારે 4.45 બની હતી. ઓપરેશન કરીને તેમના પગમાં વાગેલી ગોળીને બહાર કાઢી લેવામાં આવી છે. હાલમાં ગોવિંદાની તબિયત સુધારા પર છે.

ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM)

views 14

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા નીરના વધામણાં કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતાં નર્મદા નદીના નીરમાં વધામણાં કરવા આજે કેવડીયા જશે. આ કાર્યક્રમમાં તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ જોડાશે. બાદમાં  નર્મદા બંધના  10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે. જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને સાવચેત કરાયા છે. હાલ બંધની સપાટી 138.61 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 137 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. રાજ્યના ફરી એકવાર મેઘમહેર થતાં અનેક નદીઓની જળસપાટીમ...

ઓક્ટોબર 1, 2024 8:52 એ એમ (AM)

views 19

ડિસેમ્બર સુધીમાં 24,700 શિક્ષકોની ભરતી કરાશે : ડૉ. કુબેર ડિંડોર

રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિના સુધીમાં તબક્કાવાર 24 હજાર 700 શિક્ષક સહિતના સંવર્ગોની ભરતી કરવાની રાજ્ય સરકારનો હેતુ હોવાનું શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું. અમરેલીમાં ગાયત્રી સંસ્કારધામ ખાતે જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા યોજાયેલા પરિણામ સુધારણા કાર્યક્રમના સમાપન દરમિયાન મંત્રી ડિંડોરે ઉપરોક્ત બાબતે જણાવ્યું હતું. દરમિયાન ડિંડોરે અનુદાનિત શાળાના આચાર્યો સાથે સંવાદ કર્યો હતો. ડિંડોરે ઉમેર્યું હતું કે, ‘આ ભરતી પ્રક્રિયા બાદ નીચેની જગ્યા ખાલી ન રહે તેની કાળજી રાખતા ઉપલા ક્રમેથી ભરતી કરવાન...