નવેમ્બર 22, 2024 11:00 એ એમ (AM)

views 19

ખાનગી શાળાઓ બાળકોને ચોક્કસ રંગની સ્વેટર પહેરવા પર દબાણ નહીં કરી શકે : પ્રફુલ્લ પાનશેરિયા

ખાનગી શાળાના સંચાલકો શાળામાં બાળકોને શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ કરી શકશે નહિ, તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, હલકી ગુણવત્તાનું કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ. જો કોઈ શાળાના સંચાલક નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષ...

નવેમ્બર 22, 2024 9:29 એ એમ (AM)

views 18

રાજ્યની 78 નગરપાલિકામાં ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ

રાજ્યનાં ચૂંટણી આયોગે ગઈ કાલે 79 નગરપાલિકામાં ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી છે. હવે એક સપ્તાહમાં મતદાર મંડળો અને વોર્ડ અનુસાર મતદાર યાદી પ્રસિદ્ધ થશે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટે નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓની સાથે સાથે જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે તે 15 નગરપાલિકાઓમાં પણ ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારીથી લઇને નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને પુરવઠા અધિકારીઓની નિયુક્તિ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં દોઢ બે વર્ષથી પાલિકા-પંચાયતની ચૂંટણી સ્થગિત છે. ચૂંટણી અધિકારીઓની ...

નવેમ્બર 18, 2024 10:36 એ એમ (AM)

views 11

આજથી શાળા-કોલેજોનું શૈક્ષણિક કાર્ય શરૂ

દિવાળી વેકેશન બાદ આજથી સ્કૂલો, કોલેજોનાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ધોરણ -1 થી 12ની શાળાઓ તથા કોલેજોમાં આજથી દિવાળી વેકેશન બાદના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આમ આજથી શાળા કોલેજોના પરિસર ફરીથી ધમધમતા જોવા મળી રહ્યા છે. આજથી શરૂ થતું આ સત્ર આગમી પાંચમી મે સુધી ચાલશે.

નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM)

views 11

ગુજરાત યુનિ. ખાતે ત્રિદિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપીડિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપિડિશન યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રિક્સ અને બ્રિક્સ+ રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ બ્રિક્સ એજ્યુકેશન એકસીપીડિશનમાં ભારતના 20 શહેરોમાંથી 100  યુવાઓએ ભાગ લીધો હતો. આ અભિયાનમાં તાલીમ અને સહયોગી સત્રો યોજાયા હતા.  BEE આંતરરાષ્ટ્રીય યુવા સહકાર "રશિયા-બ્રિક્સ", યુથ અફેર્સ માટેની ફેડરલ એજન્સી, રશિયા, બ્રિક્સ યુથ એલાયન્સ ઇન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને ગયુસેક માટે પ્ર...

નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 14

રાજ્યના 61 માર્ગોને રૂ. 2,995 કરોડના ખર્ચે પહોળા કરાશે

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2 હજાર 995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્યના 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા 1 હજાર 646.44 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જ્યારે  15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા 580 કર...

નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM)

views 11

પીએમ મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામા પીએમ મોદી નાઈજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર નાઈજીરીયા જશે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. નાઈજીરિયામાં તેમના બે દિવસના રોકાણ દરમિયાન, પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના નાઈજીરીયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ નાઈજીરીયામાં ભારતીય સમુદાયના એક ...

નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM)

views 34

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ચૂંટણી પ્રવાસે, એક જ દિવસમાં ચાર સભા સંબોધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આજે સવારે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા'માં સહભાગી થઈ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર...

નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM)

views 16

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ચંડીગઢ પોલીસ વચ્ચે એમઓયુ થયા

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય - RRU અને ચંદીગઢ પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) થયા છે. તેનો હેતુ પોલીસિંગમાં સમકાલીન પડકારોને સંબોધવા માટે રચાયેલા વ્યાપક તાલીમ કાર્યક્રમોની શ્રેણી દ્વારા કાયદા અમલીકરણ કર્મચારીઓની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર હેઠળ RRU વર્ગખંડ આધારિત સત્રો, વર્ચ્યૂઅલ શીખવાની તક અને બંને અભિગમોને સંયોજિત કરતા હાઇબ્રિડ મોડલ્સ સહિત તાલીમ રચનાની વિવિધ શ્રેણી પ્રદાન કરશે. આ કાર્યક્રમોનું ધ્યાન કેટલાક નિર્ણાયક ક્ષેત્રો પર રહેશે. આ સહયોગનો હેતુ માત્ર વ્યક્...

નવેમ્બર 13, 2024 10:48 એ એમ (AM)

views 6

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા – FSSAI એ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા - FSSAI એ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને ગ્રાહકોને વિતરણ સમયે અથવા વપરાશ માટે અયોગ્ય બનતા 40 દિવસ પહેલા ખાદ્ય ચીજવસ્તુઓની લઘુતમ ગુણવત્તા 30 ટકા જાળવી રાખવા જણાવ્યું છે. સત્તાવાળાઓએ ગઈકાલે દિલ્હીમાં ઈ-કોમર્સ એફબીઓ સાથે બેઠક યોજી હતી. આ સભામાં 200 થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન, ઇ-કોમર્સ એફબીઓ માટે અનુપાલન આવશ્યકતાઓને મજબૂત કરવા પર ભાર મૂકવામાં...

નવેમ્બર 11, 2024 9:52 એ એમ (AM)

views 16

આજથી ધોરડો ખાતે કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે

કચ્છના સફેદ રણ ધોરડોમાં આજથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે. જો કે, આજથી માત્ર ટેન્ટસિટી શરૂ કરવામાં આવશે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો – ક્રાફટ બજાર વિગેરે આગામી પહેલી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 7.42 લાખથી વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની સંભાવનાના પગલે પરમિટ માટે ચાર નવી ટીકીટ બારી શરૂ કરવામાં આવી છે. આ સાથે ભૂજ થી ધોરડો સુધી બસો દોડાવવાનું પણ આયોજન કરાયું છે.