જુલાઇ 20, 2024 9:00 એ એમ (AM) જુલાઇ 20, 2024 9:00 એ એમ (AM)
11
સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદઃ પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ, કલ્યાણપુરમાં 18 ઇંચ
રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ અને કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે સવારે છ વાગ્યાથી સાંજનાં આઠ વાગ્યા સુધીમાં 103 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ 12 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકામાં અને આઠ ઇંચ વરસાદ પોરબંદરમાં પડ્યો હતો. આ બંને જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અ...