નવેમ્બર 18, 2024 10:36 એ એમ (AM) નવેમ્બર 18, 2024 10:36 એ એમ (AM)
6
આજથી શાળા-કોલેજોનું શૈક્ષણિક કાર્ય શરૂ
દિવાળી વેકેશન બાદ આજથી સ્કૂલો, કોલેજોનાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ધોરણ -1 થી 12ની શાળાઓ તથા કોલેજોમાં આજથી દિવાળી વેકેશન બાદના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આમ આજથી શાળા કોલેજોના પરિસર ફરીથી ધમધમતા જોવા મળી રહ્યા છે. આજથી શરૂ થતું આ સત્ર આગમી પાંચમી મે સુધી ચાલશે.