ઓગસ્ટ 23, 2024 3:25 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:25 પી એમ(PM)

views 13

રાજ્યમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

રાજ્યમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં સૌથી વધુ તાપીના કુકરમુંડા તાલુકામાં સવા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો પલસાણા, સાગબારા, ક્વાંટ, હાંસોટમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો.. અમદાવાદમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.. વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. છોટાઉદેપુરના કવાંટ તાલુકાની કરા નદીમાં ઘોડાપુર આવતાં એક યુવતી તણાતાં હાલ આ યુવતીને રેસક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો...

ઓગસ્ટ 23, 2024 3:24 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:24 પી એમ(PM)

views 9

રાજ્ય સહિત દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

રાજ્ય સહિત દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય અવકાશ દિવસની આ વર્ષની થીમ છે- “ચંદ્રમાને સ્પર્શ કરતા જીવનને સ્પર્શ કરવોઃ ભારતની અવકાશ ગાથા.” ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટ, 2023એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 નું સોફ્ટ લેન્ડીંગ કરીને ભારતે ઇતિહાસ રચ્યો હતો, જેની ઉજવણીના ભાગરૂપે આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આણંદના હાડગુડ ગામની પીએમશ્રી સ્કૂલમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી.. ઈસરોના નિવૃત એન્જીનીયર નીગન પ્રજાપતિ દ્વારા ...

ઓગસ્ટ 6, 2024 10:48 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 10:48 એ એમ (AM)

views 11

રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિના લાભ આપવામાં આવ્યા

રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાના લાભ આપવામાં આવ્યા છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે, રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ સુધીની શૈક્ષણિક યોજનાઓના લાભ ઉપલબ્ધ છે. 12 લાખ 84 હજાર 404 વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને 2 લાખ 49 હજાર 518 વિદ્યાર્થીને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ અપાયા છે. આદિજાતિ વિસ્તારોમાં જ્ઞાનકૂંજ પ્રૉજેક્ટ અને સ્માર્ટ ઇન્ટરેક્ટિવ બૉર્ડ યોજના હેઠળ 7 હજાર 408 સરકારી પ્રાથમિક શાળામાં 28 હજાર 12 સ્મ...

જુલાઇ 5, 2024 9:48 એ એમ (AM) જુલાઇ 5, 2024 9:48 એ એમ (AM)

views 41

ઔદ્યોગિક નીતિ હેઠળ 32 મોટા એકમો રાજ્યમાં ૧ હજાર ૬૧૭ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે

રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ- ૨૦૧૫ હેઠળ 'ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ' યોજના જાહેર કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગઇકાલે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને તથા રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં અંદાજીત ૧ હજાર ૬૧૭ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ધરાવતા ૩૨ મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જેનાથી રાજ્યમાં અંદાજિત ૩ હજાર ૭૬૬ જેટલી રોજગારીનું સર્જન થયુ છે. આ મંજૂર કરવામાં આવેલ અરજીઓ પૈકી...