ઓગસ્ટ 23, 2024 3:37 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:37 પી એમ(PM)

views 1

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાનું સ્વીકાર્યું

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાનું સ્વીકાર્યું છે. તેઓ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે. ડેમોક્રેટિક પાર્ટીના ચાર દિવસના રાષ્ટ્રીય અધિવેશનના અંતિમ દિવસે લોકોને સંબોધતી વખતે સુશ્રી હેરિસે આ વાતની પુષ્ટિ કરી હતી. સુશ્રી હેરિસે તેમના ભાષણમાં પ્રતિજ્ઞા લીધી કે તેઓ અમેરિકન લોકોને એક કરવા અને દેશના ભાવિ માટે લડવાનો પ્રયત્ન કરશે. ભારતીય મૂળના સુશ્રી હેરિસ ડેમોક્રેટિક ઉમેદવાર બન્યા તે પહેલાં રાષ્ટ્રપતિ જો બાઈડને ચૂંટણ...

ઓગસ્ટ 23, 2024 3:36 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:36 પી એમ(PM)

views 5

વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા અધિકારી, ગોવિંદ મોહને આજે નવા કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો

વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા અધિકારી, ગોવિંદ મોહને આજે નવા કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેઓ અજય કુમાર ભલ્લાના અનુગામી બન્યા છે જેમનો કાર્યકાળ ગઈકાલે સમાપ્ત થયો હતો. શ્રી મોહન 1989 બેચના વહીવટી અધિકારી છે અને અગાઉ તેઓ સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ તરીકે કાર્યરત હતા.

ઓગસ્ટ 23, 2024 3:35 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:35 પી એમ(PM)

views 5

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનમાં ચાર વ્યક્તિનાં મૃત્યુ થયા હતા

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનમાં ચાર વ્યક્તિનાં મૃત્યુ થયા હતા, તેઓ નેપાળનાં રહેવાસી હતા. ગુરૂવારે રાત્રે દોઢ વાગે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ-એસડીઆરએફને માહિતી મળી હતી કે ભારે વરસાદને પગલે ફાટા વિસ્તારમાં ભૂસ્ખલનમાં અનેક લોકો કાટમાળમાં દટાયેલા છે. જવાનો દ્વારા રાહત અભિયાન દરમિયાન ચાર વ્યક્તિનાં મૃતદેહ મળી આવ્યા હતા. ચમોલી પોલીસના જણાવ્યા પ્રમાણે નંદ્રપ્રયાગ પાસે ભુસ્ખલનને કારણે બદરીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગમાં અવરોધ આવ્યો છે.

ઓગસ્ટ 23, 2024 3:34 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:34 પી એમ(PM)

views 8

ઇન્દોરના મહુ વિસ્તારમાં નિર્માણાધીન ફાર્મ હાઉસની છત તૂટી પડતાં પાંચ શ્રમિકોનાં મૃત્યુ થયા

ઇન્દોરના મહુ વિસ્તારમાં નિર્માણાધીન ફાર્મ હાઉસની છત તૂટી પડતાં પાંચ શ્રમિકોનાં મૃત્યુ થયા હતા. ગુરૂવારે રાત્રે અહીં શ્રમિકો સુતા હતા ત્યારે છત તૂટવાથી તેઓ દટાઈ ગયા હતા. સ્થાનિક લોકોનાં જણાવ્યા પ્રમાણે ગુરૂવારે રાત્રે થયેલી આ દુર્ઘટનાની જાણ શુક્રવારે સવારે થઈ હતી. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

ઓગસ્ટ 23, 2024 3:33 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:33 પી એમ(PM)

views 14

ભારતીય અંડર-20 ફૂટબોલ ટીમ આજે નેપાળના કાઠમંડુમાં SAFF અંડર-20 ફૂટબોલ સ્પર્ધાની અંતિમ ગ્રુપ મેચમાં માલદીવ સામે ટકરાશે

ભારતીય અંડર-20 ફૂટબોલ ટીમ આજે નેપાળના કાઠમંડુમાં SAFF અંડર-20 ફૂટબોલ સ્પર્ધાની અંતિમ ગ્રુપ મેચમાં માલદીવ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:45 કલાકે શરૂ થશે. ભારતના એક મેચમાં ત્રણ પોઈન્ટ છે. માલદીવ સામે ડ્રો રમીને પણ ભારત સેમીફાઈનલમાં પહોંચશે.

ઓગસ્ટ 23, 2024 3:32 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:32 પી એમ(PM)

views 11

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપતું ૩૫૦ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપતું ૩૫૦ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ રાહત પેકેજની જાહેરાત કરી છે. કેટલાંક જિલ્લામાં ગત જુલાઈ માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે પાકોને વ્યાપક નુકશાન થયું હતુ. રાજ્યના ૪૫ તાલુકાઓનો ૪ લાખ છ હજાર ૮૯૨ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારના આશરે એક લાખ પચાસ હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણ મુજબ, પાક ...

ઓગસ્ટ 23, 2024 3:31 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:31 પી એમ(PM)

views 7

બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યુ

બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યુ હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું.. સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની પીડા દૂર કરવા ગુજરાત પોલીસની ટીમે માત્ર ૨૦ દિવસમાં ૨ લાખ ૫૮ હજારથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા.. તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪માં ૮૫ કરોડથી વધુની છેતરપીંડી થઇ હતી, જેમાંથી ૬૬ કરોડ ૧૫ લાખની રકમ રીફંડ કરાવવામાં પોલીસને સફળતા મળી છે. હજુ પણ બાકીની રકમ રીકવર માટે પ્રયત્ન...

ઓગસ્ટ 23, 2024 3:29 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:29 પી એમ(PM)

views 11

શોધ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં કુલ ૩,૫૪૬ વિદ્યાર્થીઓને ૯૦ કરોડ ૩૫ લાખની સહાય ચુકવવામાં આવી

શોધ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં કુલ ૩ હજાર ૫૪૬ વિદ્યાર્થીઓને ૯૦ કરોડ ૩૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક સવાલનો જવાબ આપતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મુજબ જણાવ્યું હતુ. આ યોજનાનો લાભ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની હોવાનો તેમણે ઉત્તર આપ્યો હતો.. મંત્રીશ્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું કે,પી.એચ.ડી. કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ પ્રતિ માસ ૧૫ હજાર રૂપિયાનું સ્ટાઈપેંડ અને વાર્ષિક ૨૦ હજાર રૂપિયા અન્ય આનુષંગિક ખર્ચ પેટે વધુમાં વધુ બે ...

ઓગસ્ટ 23, 2024 3:27 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:27 પી એમ(PM)

views 6

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગર આવી પહોંચ્યા છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગર આવી પહોંચ્યા છે. તેઓ ટૂંક સમયમાં ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધન કરશે. અગાઉ, શ્રી ધનખડે NFSU ની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, શ્રી ધનખડ ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે, તેઓ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદમાં પણ હાજરી આપશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

ઓગસ્ટ 23, 2024 3:26 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:26 પી એમ(PM)

views 13

મહેસાણા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન થયું

મહેસાણા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન થયું હતું. મુખ્યમંત્રી ખાતમુહૂર્ત માટે બહુચરાજી પહોંચ્યા હતા અને માતાજીને શીશ ઝુકાવ્યું હતું.. મુખ્યમંત્રીએ મંદિર પરિસર સહિત ત્રણે ફેઝની સમગ્ર પુન: નિર્માણ કામગીરીની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું. બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત ૭૬ કરોડ ૫૧ લાખ રૂપિયાના ખર્ચે બહુચરાજી માતાજી મંદિરનું પુન:નિર્માણ કરી શિખરની ઊંચાઈ...