સપ્ટેમ્બર 17, 2024 8:19 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2024 8:19 એ એમ (AM)

views 14

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજ્યમાં 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકારના 100 દિવસમાં થયેલી કામગીરી સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે. અમદાવાદના જીએમડીસી મેદાનમાં યોજાયેલા 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' સમારંભમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આજે રાજ્યના હજારો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. આ પરિવારો નવરાત્રિ, દશેરા, ...

ઓગસ્ટ 24, 2024 3:06 પી એમ(PM) ઓગસ્ટ 24, 2024 3:06 પી એમ(PM)

views 15

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારત ક્ષમતા નિર્માણ, સ્થાયી ટેક્નોલોજી અને ઔદ્યોગિક ભાગીદારી માટે સંરક્ષણ ક્ષેત્રે અમેરિકા સાથે મળીને કામ કરવા આતુર છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારત ક્ષમતા નિર્માણ ,સ્થાયી ટેક્નોલોજી અને ઔદ્યોગિક ભાગીદારી માટે સંરક્ષણ ક્ષેત્રે અમેરિકા સાથે મળીને કામ કરવા આતુર છે. શ્રી સિંહે ગઈકાલે વોશિંગ્ટન ડીસીમાં યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ દ્વારા આયોજિત રાઉન્ડ ટેબલમાં અમેરિકા સંરક્ષણ ઉદ્યોગના વરિષ્ઠ નેતાઓ સાથે વાર્તાલાપ કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું . શ્રી સિંઘે એ ભારપૂર્વક કહ્યું કે ભારત અમેરિકા રોકાણ અને ટેક્નોલોજી સહયોગને આવકારે છે અને કુશળ માનવ સંસાધન, મજબૂત એફડીઆઈ , ઉદ્યોગ અનુકૂળ ઇકોસિસ્ટમ ...

ઓગસ્ટ 24, 2024 3:02 પી એમ(PM) ઓગસ્ટ 24, 2024 3:02 પી એમ(PM)

views 12

ભારતીય બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ભારતીય બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 38 વર્ષીય ધવને તેમના સોશિયલ મીડિયા પર નિવૃત્તિનો વીડિયો શેર કર્યો છે અને પરિવાર, કોચ અને ટીમના સભ્યોનો તેમના સમર્થન માટે આભાર માન્યો છે. શિખર ધવને ટીમ ઈન્ડિયા માટે 37 ટેસ્ટ, 167 ODI અને 68 T20માં ભાગ લીધો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 10 હજાર 867 રન બનાવ્યા છે જેમાં વનડેમાં 6793 રન સામેલ છે. ધવનના નામે વનડેમાં 17 સદી અને 39 અડધી સદી છે. તેમણે 15 મેચમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી....

ઓગસ્ટ 24, 2024 3:02 પી એમ(PM) ઓગસ્ટ 24, 2024 3:02 પી એમ(PM)

views 16

ડુરંડ કપ ફૂટબોલ-2024માં, બેંગલુરુ એફસીએ, કેરળ બ્લાસ્ટર્સને તેના ચોથા ક્વાર્ટર-ફાઇનલ મુકાબલામાં 1-0થી હરાવ્યું

ડુરંડ કપ ફૂટબોલ-2024માં, બેંગલુરુ એફસીએ, કેરળ બ્લાસ્ટર્સને તેના ચોથા ક્વાર્ટર-ફાઇનલ મુકાબલામાં 1-0થી હરાવ્યું હતું. અગાઉ, ભૂતપૂર્વ ચેમ્પિયન મોહન બાગાન સુપર જાયન્ટે ત્રીજી ક્વાર્ટર ફાઈનલ મેચમાં સડન ડેથ પેનલ્ટી દ્વારા પંજાબ એફસીને 6-5થી હરાવ્યું હતું. બંને પક્ષો વચ્ચેનો મુકાબલો નિર્ધારિત સમયમાં 3-3થી સમાપ્ત થતાં મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. હવે બીજી સેમિફાઇનલમાં મંગળવારે મોહન બાગાન સુપર જાયન્ટનો સામનો બેંગલુરુ સામે થશે. પ્રથમ સેમિફાઇનલ સોમવારે શિલોંગમાં નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસી અને શિલોંગ લાજોંગ એ...

ઓગસ્ટ 23, 2024 7:33 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 7:33 પી એમ(PM)

views 11

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ગુજરાતમાં નર્મદા નદી પરથી પસાર થશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરગુજરાતમાં નર્મદા નદી પરથી પસાર થશે. ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનર્મદા નદી પર 1.4 કિલોમીટર લાંબો પુલ સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નિર્માણાધીન છે. આ પ્રોજેક્ટના ગુજરાતહિસ્સાનો આ સૌથી લાંબો નદીનો પુલ છે.નર્મદા એચએસઆર પુલમાં ૨૫ નંગ વેલફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. 5 નંગ વેલ 70 મીટરથી વધુ ઊંડા છે અને નર્મદા નદીમાં સૌથી ઊંડો વેલ ફાઉન્ડેશન 77.11 મીટર છે, અને નદીમાં અન્ય વેલના પાયાઓની ઊંડાઈ આશરે 60 મીટર છે. 4 નંગ વેલ ફાઉન્ડેશન્સ કુતુબ મિનારની ઊંધીઊંચ...

ઓગસ્ટ 23, 2024 7:30 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 7:30 પી એમ(PM)

views 14

ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન કેટલાંકવિસ્તારોમાં અતિભારે, જ્યારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન કેટલાંકવિસ્તારોમાં અતિભારે, જ્યારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે..હવામાન વિભાગે આવતીકાલ માટે દક્ષિણગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરતમાં અતિભારે વરસાદ વરસેતેવી પણ શક્યતા દર્શાવીને રેડ એલર્ટ જાહેર કર્યુ છે..જ્યારે આવતીકાલ માટે જસૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં અતિભારે વરસાદનુ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.જ્યારે મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીપણ કરવામા આવી છે..જ્યારે રવિવારે વલસાડ...

ઓગસ્ટ 23, 2024 7:33 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 7:33 પી એમ(PM)

views 10

પાટણવાવ ગામનાં રૂદ્ર પેથાણીએચીનના બેઇજીંગ ખાતે યોજાયેલ ૧૭મી આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં જુદી-જુદી ત્રણ કેટેગરીમાં સુવર્ણ, રજતઅને કાંસ્ય એમ કુલ ત્રણ ચંદ્રક જીત્યા છે

રાજકોટના પાટણવાવ ગામનાં રૂદ્ર પેથાણીએચીનના બેઇજીંગ ખાતે યોજાયેલ ૧૭મીઆંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં જુદી-જુદી ત્રણ કેટેગરીમાં સુવર્ણ, રજતઅને કાંસ્ય એમ કુલ ત્રણ ચંદ્રક જીત્યા છે. આ ઓલિમ્પિયાડ માટે દેશમાંથી કુલ ૪વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. તેમાં ઓલિમ્પિયાડમાં રૂદ્રને “થિયરી અને પ્રેક્ટિકલ, પૃથ્વી વિજ્ઞાન પ્રોજેક્ટ, આંતરાષ્ટ્રીય  ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન” એમ જુદી-જુદી ત્રણ શ્રેણીમાં ચંદ્રકોપ્રાપ્ત થયા હતા..ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ એપૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની રીચઆ...

ઓગસ્ટ 23, 2024 3:40 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:40 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જણાવ્યું કે ઇસરોએ દેશના સામાજિક – આર્થિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે

દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસ ચંદ્રયાનની સફળતાને સમર્પિત છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મુખ્ય સમારોહનું ઉદ્ઘટન કરતા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જણાવ્યું કે ઇસરોએ દેશના સામાજિક – આર્થિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ઇસરોની સફર શરૂઆતથી શાનદાર રહી છે. તેમણે કહ્યું કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ એ ભારતનો વિકાસ છે. વધુમાં સુશ્રી મુર્મુએ જણાવ્યું કે ભારતના અવકાશ કાર્યક્રમનો હેતુ સામાજિક અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષે...

ઓગસ્ટ 23, 2024 3:39 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:39 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને આજે કિવની રાજધાની યુક્રેન પહોંચ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને આજે કિવની રાજધાની યુક્રેન પહોંચ્યા હતા. કિવ માટે રવાના થતા પહેલાં શ્રી મોદીએ જણાવ્યું કે, તેઓ દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા અગાઉની મંત્રણાને આગળ ધપાવવા અને વર્તમાન યુક્રેન સંઘર્ષનાં શાંતિપૂર્ણ ઉકેલ અંગે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવા આશાવાદી છે. તેમણે જણાવ્યું કે, ભારત આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જલ્દી પૂર્વવત થાય તેવી આશા રાખે છે. 1992માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો શરૂ થયા તે પછી ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ મુલાકાત છે. તેઓ યુક્રેનના...

ઓગસ્ટ 23, 2024 3:38 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:38 પી એમ(PM)

views 13

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારત અને અમેરિકા સ્વાભાવિક ભાગીદારો છે અને આ ભાગીદારી વધુ મજબૂત બનશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારત અને અમેરિકા સ્વાભાવિક ભાગીદારો છે અને આ ભાગીદારી વધુ મજબૂત બનશે. અમેરિકાની સત્તાવાર મુલાકાતના પ્રથમ દિવસે વોશિંગ્ટનનમાં તેમણે ભારતીય મૂળનાં નાગરિકોને સંબોધન કરતાં જણાવ્યું કે, ભારતીય સમુદાય તેમના સાંસ્કૃતિક મૂલ્યોને જાળવીને પોતાનાં મૂળને વળગી રહ્યો છે એ જોઇને તેમને આનંદ થાય છે. સંરક્ષણ મંત્રીની વોશિંગ્ટનની મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકાએ સિક્યોરિટી ઓફ સપ્લાઇઝ એરેન્જમેન્ટ ડોક્યુમેન્ટ- SOSA સહિતની કેટલીક સમજૂતિઓ કરી હતી. આ અંતર્ગત ભારત અને અમેરિકા...