ઓક્ટોબર 11, 2024 2:13 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 2:13 પી એમ(PM)

views 4

ઇઝરાયેલે લેબેનોન પર 25 હવાઇ હુમલા કર્યા, 21 લોકોનાં મૃત્યું

લેબેનોન પર ઇઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં 21 લોકોનાં મૃત્યુ થયા હતા અને 41ને ઇજા થઈ હતી એમ લેબેનોનના સૂત્રોએ જણાવ્યું છે. ઇઝરાયેલનાં યુદ્ધ વિમાનોએ લેબેનોનમાં 25 હવાઇ હુમલા કર્યા હતા. ઇઝરાયેલે લશ્કરનાં ચેકપોઇન્ટ પર કરેલાં ડ્રોન હુમલામાં છ લેબેનીઝ સૈનિકોનાં પણ મૃત્યુ થયા હતા. દરમિયાન, લેબેનોનના સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલનાં હૂમલામાં એક ગામમાં ત્રણ માળની ઈમારતન નાશ પામી હતી.