જુલાઇ 9, 2025 10:03 એ એમ (AM)

views 12

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના તમામ નશ્વર અવશેષોની ધાર્મિક વિધિ સન્માનપૂર્વક સંપન્ન

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ક્રેશ સાઇટ ખાતે મળી આવેલા માનવ અંગોની ડી.એન.એ. સેમ્પલ મેચિંગ પ્રક્રિયા બાદ તમામ નશ્વર અવશેષોની ધાર્મિક વિધિ સન્માનપૂર્વક સંપન્ન કરવામાં આવી છે. ડી.એન.એ. સેમ્પલ મેચિંગની પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કે, વિક્ષત માનવ અંગોની ડી.એન.એ સેમ્પલ મેચિંગ પ્રક્રિયા ચાલુ હોવાથી ભવિષ્યમાં તેમના પરિવારજનોના નશ્વર અવશેષો મળી શકે છે. સેમ્પલ મેચિંગની પ્રક્રિયાને અંતે કુલ ૨૬ જેટલા મૃતકોના નશ્વર અવશેષોમળી આવતા તમામ સંબંધિત પરિવારજનોનો...