જુલાઇ 9, 2025 10:03 એ એમ (AM)

views 20

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના તમામ નશ્વર અવશેષોની ધાર્મિક વિધિ સન્માનપૂર્વક સંપન્ન

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ક્રેશ સાઇટ ખાતે મળી આવેલા માનવ અંગોની ડી.એન.એ. સેમ્પલ મેચિંગ પ્રક્રિયા બાદ તમામ નશ્વર અવશેષોની ધાર્મિક વિધિ સન્માનપૂર્વક સંપન્ન કરવામાં આવી છે. ડી.એન.એ. સેમ્પલ મેચિંગની પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કે, વિક્ષત માનવ અંગોની ડી.એન.એ સેમ્પલ મેચિંગ પ્રક્રિયા ચાલુ હોવાથી ભવિષ્યમાં તેમના પરિવારજનોના નશ્વર અવશેષો મળી શકે છે. સેમ્પલ મેચિંગની પ્રક્રિયાને અંતે કુલ ૨૬ જેટલા મૃતકોના નશ્વર અવશેષોમળી આવતા તમામ સંબંધિત પરિવારજનોનો...

એપ્રિલ 25, 2025 9:48 એ એમ (AM)

views 32

અમદાવાદમાં AMTS બસો હવેથી BRTS કોરીડોરમાં દોડશે

અમદાવાદમાં AMTS બસો હવેથી BRTS કોરીડોરમાં દોડશે. મુખ્ય રોડ પર ટ્રાફિક વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. પ્રાથમિક તબક્કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા પાંચ રૂટ પરની 49 બસો દોડશે. જેથી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી પણ એએમટીએસની બસ મળી રહેશે. ઓઢવથી ઘુમા, સારંગપુરથી બોપલ, ઘુમાથી નરોડા, ઇસ્કોનથી વિવેકાનંદ નગર અને ગોધાવીથી હાટકેશ્વર એમ પાંચ રૂટની બસો BRTS કોરિડોરમાં દોડશે. આ નિર્ણયથી હવે AMTS બસનો અવરજવરનો સમય બચશે, જેના કારણે પ્રવાસીઓ ઝડપથી પોતાના સ્થળ પર પહોંચી શકશે. બસોના સમયપત્રમાં કે હાલના ટીકીટ દરમાં ક...

માર્ચ 7, 2025 4:07 પી એમ(PM)

views 19

અમદાવાદમાં 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025નું આયોજન

ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટ્રલ રેવન્યૂ સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ બોર્ડ દ્વારા 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025, ‘કલાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન નવી દિલ્હીના સંગીત નાટક અકાદમીના પ્રમુખ શ્રીમતી સંધ્યા પુરેચાએ કર્યું હતું. આ પ્રસંગે શ્રીમતી સંધ્યા પુરેચા જણાવ્યું કે, આ એક ખૂબ જ મોટો અને અદ્ભૂત સંગમ છે, જ્યાં કલા અને સર્જનાત્મકતા, વ્યવસાય અને ઉદ્યોગ સાથે મળે છે. આ આયોજન માટે ગુજરાતથી વધુ સારી જગ્યા કોઈ હોઈ શકે નહીં. કહેવાય છે કે ગુજરાતીઓ કલા અને સંસ્કૃતિ નહીં પણ વ્યવસાય કરી શ...

ફેબ્રુવારી 15, 2025 8:59 એ એમ (AM)

views 50

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેકે આદતો અને વિચારો બદલવા પડશે : રાજ્યપાલ

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પોતાની આદતો અને વિચારો બદલવા પડશે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયા- સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 'સક્ષમ'ની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલે આ અભિયાનને જન આંદોલન બનાવવાની હાકલ કરી હતી. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાશે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ સહિત પેટ્રોલિયમ પેદાશોનો કુલ વપરાશ 234 મિલિયન મેટ્રિક ટન : 88% ઈંધણની આયાત કરવી પડે છે : જે...

જાન્યુઆરી 15, 2025 3:13 પી એમ(PM)

views 24

અમદાવાદ: ઉત્તરાયણના દિવસે કોર્પોરેશનને ફ્લાવર શોથી 86 લાખની આવક

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલા ફ્લાવર શોમાં 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની રજાના દિવસે 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. સવારે 9થી રાત્રે 11 વાગ્યા સુધીમાં 1 લાખ 1 હજાર લોકોએ મુલાકાત લેતા કોર્પોરેશનને એક જ દિવસમાં 86 લાખ રૂપિયાની આવક થઈ છે. આજે પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા ઉમટી પડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 14 જાન્યુઆરી સુધીમાં આશરે 5 લાખથી વધુ લોકો ફ્લાવર શોની મુલાકાત લઈ ચૂક્યા છે.

ડિસેમ્બર 14, 2024 2:44 પી એમ(PM)

views 16

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપી રાજશ્રી કોઠારીની ધરપકડ

અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસની આરોપી રાજશ્રી કોઠારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી પાડી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પના નામે લોકોને બોલાવીને તેમના પરવાનગી વિના ઓપરેશન કરાતા બે વ્યક્તિઓના મોત થયા હતા. આ કેસની આરોપી રાજશ્રી કોઠારી ઘણા સમયથી ફરાર હતી જેને રાજસ્થાનથી ઝડપી લેવાઇ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત પાંચમી ડિસેમ્બરે રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. રાજશ્રી કોઠ...

ઓક્ટોબર 27, 2024 10:00 એ એમ (AM)

views 37

IND vs NZ: આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડે મેચ રમાશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ અગાઉ, ભારતે ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્ષેણીની પ્રથમ મેચમાં વર્લ્ડ T20 ચેમ્પિયન ન્યુઝીલેન્ડને 59 રનથી હરાવ્યું હતું.

ઓક્ટોબર 11, 2024 8:00 પી એમ(PM)

views 16

અમદાવાદ: ચાંગોદર પાસેથી 410 જેટલા ભેળસેળ યુક્ત ઘીના ડબ્બા જપ્ત

ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સામે ચેડાં કરનારા તત્વો સામે વ્યાપક તપાસ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદના ચાંગોદર પાસે ખોરાક અને ઔષધનિયમન તંત્ર દ્વારા પાડવામા આવેલા દરોડામાં 410 જેટલા ભેળસેળ યુક્ત ઘીના ડબ્બા અને પેક કરેલા ઘીના પાઉચ ઝડપી પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન 37 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રાજ્યભરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ જુદાજુદા જિલ્લાઓમાં કામગીરી કરી રહી છે જેમાં તેલ ઘી મસાલાઓ મીઠાઈ અને માવો ...

જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM)

views 16

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં, વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, નવસારી, વડોદરામાં, અંદાજિત દોઢથી સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા, પંચમહાલ, ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથી ઓછો વરસાદ હોવાના અહેવાલો છે, તો ગઇકાલે ભાવનગરના પાલીતાણા પંથકના ઘોઘામાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘોઘા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી ...

જુલાઇ 8, 2024 8:11 એ એમ (AM)

views 18

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

રાજ્યભરમાં ગઇકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. મુખ્ય રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી યોજાઇ હતી. મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ અને રથનું પૂજન કરી પહિંદ વિધિ કરી હતી. ભગવાના રથની સોનાની સાવરણીથી પહિંદવિધિ સંપન્ન કરી મુખ્યમંત્રીએ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. મુખ્યમંત્રી રથયાત્રાને સાચા અર્થમાં લોકઉત્...