એપ્રિલ 25, 2025 9:37 એ એમ (AM) એપ્રિલ 25, 2025 9:37 એ એમ (AM)

views 390

“આઈ-ખેડૂત 2.0 પોર્ટલ”નો ગાંધીનગરથી શુભારંભ થયો

કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “આઈ-ખેડૂત 2.0 પોર્ટલ”નો ગાંધીનગરથી શુભારંભ થયો છે. શ્રી પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, નવું આઈ-ખેડૂત 2.0 પોર્ટલ નવીન ટેક્નોલોજીના સહારે વધુ સુવિધાયુક્ત,સરળ અને પારદર્શી બન્યું છે. આઈ-ખેડૂત પોર્ટલ શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ ખેડૂતોએ કુલ 7 હજાર 670 કરોડથી વધુના યોજનાકીય લાભો મેળવ્યા છે. ખેડૂતો માટે આ પોર્ટલ આગામી ૧૫ મે,૨૦૨૫ સુધી ખુલ્લું રહેશે. ખેતીવાડી વિભાગની જુદીજુદી યોજનાઓના લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ સત્વરે www.ikhedut.gujarat.gov.in પોર્ટલના માધ્યમ ...

ડિસેમ્બર 14, 2024 1:30 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:30 પી એમ(PM)

views 11

RBIએ જામીન વગરની કૃષિ ધિરાણની મર્યાદા વધારી

ભારતીય રિઝર્વ બેંકે જામીન વગરની કૃષિ ધિરાણની મર્યાદા 1 લાખ 60 હજાર રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય આવતા વર્ષે પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને વધુ સારી નાણાકીય સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ નિર્ણયથી ખેડૂતો પર મોંઘવારી અને ખેતીના વધતા ખર્ચની અસરમાં ઘટાડો થશે.