જાન્યુઆરી 26, 2025 2:44 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 2:44 પી એમ(PM)

views 4

તાપી: વાલોડ તાલુકામાં 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઇ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્રિરંગો ફરકાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ રાજ્યની કલા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરતાં આકર્ષક ટેબ્લો રજૂ કરાયા હતા. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, માર્ચ પાસ્ટ, ડોગ-અશ્વ શો સહિત જવાનોના અવનવા કરતબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા હતાં. ગુજરાત પોલીસના 225 કલાકાર કર્મીઓએ હાલાર રાસ સહિતની અનેક કૃતિઓ રજૂ કરી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કૃષ્ઠ પ...

જાન્યુઆરી 15, 2025 3:21 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 3:21 પી એમ(PM)

views 9

જૂનાગઢ: મરમઠ ગામે પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે જંગલમાં ફળદ્રુપતાનો જે નિયમ લાગુ પડે છે એ જ નિયમ ખેતીમાં લાગુ પડે તેનું નામ પ્રાકૃતિક ખેતી. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં સંબોધન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, જમીનને બિનઉપજાઉ થતી અને લોકોને વિવિધ જીવલેણ રોગથી બચાવવા માટે કોઈ ઉપાય હોય તો તે પ્રાકૃતિક ખેતી છે. આ દરમિયાન રાજ્યપાલે રાસાયણિક ખેતી માનવજીવન અને પર્યાવરણને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તે વિવિધ ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ...

જુલાઇ 29, 2024 8:17 પી એમ(PM) જુલાઇ 29, 2024 8:17 પી એમ(PM)

views 5

યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના કામચલાઉ વેચાણ કેન્દ્રો ઊભા કરવા રાજ્યપાલનો અનુરોધ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું. રાજ્યપાલે 2036 માં રાજ્યના યજમાનપદે થનાર ઓલિમ્પિક રમતોત્સવ માટે અત્યારથી જ દરેક યુનિવર્સિટીને પોતાના રમત ગમત વિભાગને વધુ સુદ્રઢ બનાવી વધુમાં વધુ યુવાનોને રમતગમતમાં વિશેષ રૂપે તૈયાર કરવા જણાવ્યુ. આ ઉપરાંત યુવાનોને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવા  પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતા અનાજ, શાકભાજી અને ફળફળાદી યુવાનોને મળી રહે તે માટે કોલેજ કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના કામચલાઉ વે...