જાન્યુઆરી 26, 2025 5:27 પી એમ(PM)

views 14

તેલંગાણા: ટ્રકમાંથી સળિયા રિક્ષાઓ પર પડતાં પાંચ લોકોના મોત

તેલંગાણામાં, લોખંડના સામાનથી ભરેલી એક ટ્રકમાંથી સળિયા બે ઓટો-રિક્ષાઓ પર પડતાં પાંચ લોકોના મોત થયાં હતાં અને છ અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. વારંગલ જિલ્લામાં મામુનુરુ હાઇવે નજીક લોખંડના સળિયા ભરીને જઇ રહેલી ટ્રકમાં સળિયાનો બાંધેલુ દોર઼ડુ તૂટી જતા સળિયા પાછળ આવી રહેલી બે ઓટો રિક્ષાઓ ઉપર પડયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે ધસી ગઇ હતી. આ દરમિયાન, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જિલ્લા અધિકારીઓને ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ આપવા માટે તંત્રને આદેશ કર્યો હતો.

ડિસેમ્બર 28, 2024 1:57 પી એમ(PM)

views 12

પૂર્વ મેક્સિકો: ટ્રેલર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, આઠ લોકોના મોત

પૂર્વ મેક્સિકોમાં ટ્રેલર ટ્રક સાથે એક પેસેન્જર બસનો અકસ્માત થતાં લગભગ આઠ લોકોના મોત થયા છે. જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. પ્રાદેશિક ફરિયાદીની કચેરીએ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. આ સાથે પશ્ચિમી મેક્સિકન રાજ્ય મિચોઆકનમાં એક માર્ગ અકસ્માતમાં લગભગ છ લોકોના મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વર્ષે મેક્સિકોને વિશ્વમાં સૌથી વધુ ટ્રાફિક અકસ્માત ધરાવતો સાતમો દેશ ગણાવ્યો છે, જ્યારે અકસ્માતોથી થતાં મૃત્યુમાં લેટિન અમેરિકા ત્રીજા ક્રમે છે.

નવેમ્બર 9, 2024 1:28 પી એમ(PM)

views 15

ઉત્તરપ્રદેશ: આગરા-લખનૌ એક્સપ્રેસવે પર અકસ્માત, પાંચ લોકોના મોત

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં આગરા-લખનૌ એક્સપ્રેસવે પર પાર્ક કરેલા વાહન સાથે બસ અથડાતાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત અને અન્ય ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અધિક્ષક અખિલેશ ભદોરિયાના જણાવ્યા અનુસાર, બસ મથુરાથી લખનૌ જઈ રહી હતી ત્યારે આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર થાના નસીરપુર પાસે અકસ્માત થયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

ઓક્ટોબર 6, 2024 3:09 પી એમ(PM)

views 12

બનાસકાંઠા: કાર અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણ યુવકના મોત

બનાસકાંઠા જિલ્લામાં કાર અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકના મોત નીપજ્યા છે. ધાનેરા તાલુકાના ખીંમત ગામ નજીક થયેલી આ દુર્ઘટનામાં અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરાયાના અહેવાલ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસના મતે, ધાડા ગામના ચાર યુવક ગરબા જોઈને પરત આવી રહ્યા હતા. દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.