ડિસેમ્બર 28, 2024 3:29 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 3:29 પી એમ(PM)
10
ચોટીલામાં રાજ્યકક્ષાની પાંચમી આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ
સુરેન્દ્રનગરમાં ચોટીલા ખાતે આજે રાજ્યકક્ષાની પાંચમી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સ્પર્ધામાં 278 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના નિધન અને રાષ્ટ્રીય શોકને કારણે કાર્યક્રમ સંપૂર્ણ સાદગીથી યોજાયો હતો. ઉપસ્થિત સૌએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.