ઓગસ્ટ 12, 2024 10:59 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:59 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય રમત વીરોએ પેરિસ ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય રમત વીરોએ પેરિસ ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. એક એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દેશના રમતવીરોને ભવિષ્યની રમતો માટે શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો હતો.

ઓગસ્ટ 12, 2024 10:58 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:58 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 113મી કડી છે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં,શ્રી મોદીએ લોકોને વિવિધ વિષયો પર પોતાના વિચારો અથવા સૂચનો MyGov ઓપન ફોરમ, નમો એપ પર સૂચનો લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800-11-7800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહ્વાન કર્યું છે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્...

ઓગસ્ટ 12, 2024 10:55 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:55 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતોના સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર દેશના ખેડૂતોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ નવી દિલ્હીમાં ઈન્ડિયા એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં 109 ઉચ્ચ ઉપજ આપતી, આબોહવા-સ્થિતિસ્થાપક અને બાયોફોર્ટિફાઈડ પાકની જાતોનું વિમોચન કર્યા બાદ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાત રજૂ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આબોહવાને અનુકૂળ અને ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો ખેડૂતોની આવકમાં વધારો કરશે. 61 પાકોની 109 જાતોમાં 34 ક્ષેત્રીય પાક અને 27 બાગાયતી પાકોનો સમાવેશ થાય છે. બાગાયતી પાકો ફળો, શાકભાજી, વ...

ઓગસ્ટ 12, 2024 10:52 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:52 એ એમ (AM)

views 8

રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા અતર્ગત વિવિધ કાર્યક્રમોનુ આયોજન થયું

હર ઘર તિરંગા અભિયાનની સમગ્ર દેશ અને રાજ્યમાં ઉમળકા ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યની વિવિધ શાળાઓ, કોર્પોરેશન, ખાનગી અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો તેમજ આમ નાગરીક આ અભિયાનમાં સહભાગી બની પોતાનું યોગદાન આપી રહ્યા છે. તા. 9 ઓગસ્ટ થી સમગ્ર દેશમાં શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાનને કૃષિ સાથે સાંકળી ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે હર ઘર તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગામના ખેડૂત ભાઈ-બ...

ઓગસ્ટ 12, 2024 10:50 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:50 એ એમ (AM)

views 8

બે દિવસ દરમિયાન રાજ્યભરમાં પવન સાથે છુટા છવાયા વરસાદની શક્યતા

રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.. હવામાન વિભાગે બે દિવસ દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યું છે.. અમદાવાદ જિલ્લામાં પણ બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંય ક્યાંક છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે.

ઓગસ્ટ 6, 2024 11:00 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 11:00 એ એમ (AM)

views 10

બાંગલાદેશના ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારત સરકારે સોમવારે ભારતમાં વચગાળાના રોકાણ માટે મંજૂરી આપી હતી

બાંગલાદેશના ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારત સરકારે સોમવારે ભારતમાં વચગાળાના રોકાણ માટે મંજૂરી આપી હતી. એક અહેવાલ પ્રમાણે, શેખ હસીના બ્રિટનમાં શરણ પ્રાપ્ત કરે ત્યાં સુધી ભારત તેમને તમામ મદદ પૂરી પાડશે. જો કે, શેખ હસીનાને રાજકીય આશ્રય આપવા અંગે બ્રિટન સરકારે કોઇ પુષ્ટી કરી નથી. હસીનાની સાથે તેમનાં બહેન રેહાના પણ છે, જેઓ બ્રિટનનાં નાગરિક છે. ઉલ્લેખનીય છે કે હિંસા અને અરાજકતાને પગલે ગઈકાલે શેખ હસિના પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને સૈન્ય હેલિકોપ્ટરમાં બેસીને ભારત આવ્યા હતા. દેશમાં સર્જાયે...

ઓગસ્ટ 6, 2024 10:58 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 10:58 એ એમ (AM)

views 3

હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભારતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભારતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, અને સિક્કીમમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી બે દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ઝારખંડ, બિહાર, ઓડિશા અને તટિય બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ તમિલનાડુ, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, જમ્મૂ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં...

ઓગસ્ટ 6, 2024 10:57 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 10:57 એ એમ (AM)

views 27

ભારતની અધ્યક્ષતામાં બિમ્સટેકના વેપારી શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ

ભારતની અધ્યક્ષતામાં બંગાળની ખાડી બહુ ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર – બિમ્સટેકના વેપારી શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થઈ રહ્યો છે. વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર ત્રણ દિવસીય આ સંમેલનનું ઉદ્ઘઘટન કરશે, જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયેલ સહિતના નેતાઓ તેને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં બિમ્સટેકના સભ્ય દેશોના મંત્રીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, નીતિ ઘડવૈયા, ઉદ્યોગપતિઓ, તેમજ ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે બિમસ્ટેક વેપારી શિખર સંમેલન બંગાળની ખાડી વિસ્તારના ત્રણ...

ઓગસ્ટ 6, 2024 10:52 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 10:52 એ એમ (AM)

views 9

રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68 ટકા વરસાદ – આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના 144 તાલુકામાં ગઈ કાલે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા ઈંચ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામા પડ્યો હતો. આ સાથે રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સૌથી વધુ 150 ટકા વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે. દ્વારકામાં સરેરાશ 30 ઇંચની સામે અત્યાર સુધી 46 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં 124 ટકા વરસાદ પડ્યો છે. નવસારીમાં 96 ટકા વરસાદ પડી ચૂક્યો છે. તાલુકા પ્રમાણે જોઇએ તો, દ્વારકામાં સૌથી વધુ 250 ટકા અને કલ્યાણપુરમાં 147 ટકા, જૂનાગઢ જિલ્લ...

ઓગસ્ટ 6, 2024 10:51 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 10:51 એ એમ (AM)

views 3

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ બેનાં મોત – કુલ મૃત્યુ આંક 68 થયો

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ બે બાળકોના મૃત્યુ થયા છે આ સાથે મૃત્યુ આંક વધીને 68 થયો છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના કુલ 159 કેસો છે. જેમાંથી 20 દર્દી દાખલ છે. 69 દર્દીઓના સારવાર બાદ રજા અપાઇ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના રોગચાળાને નિયંત્રણ – અટકાયતી માટે તંત્ર દ્વારા સઘન કામગીરી કરાઈ રહી છે. આરોગ્ય ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ કેસોના વિસ્તારમાં સર્વેલન્સ, મેલેથિયોન પાવડરના ડસ્ટીંગ – સ્પ્રેઇંગની સઘન કામગીરી હાથ ધરાઈ છે.