ઓગસ્ટ 13, 2024 10:59 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 10:59 એ એમ (AM)

views 22

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે. કુદરતી આપત્તિના કવરેજમાં દર્શાવાતા દ્રશ્યો સમયઅને તારીખ સાથે દર્શાવે તેવી સૂચના આપી છે. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ આપત્તિ અથવા કુદરતી આફત આવે છે ત્યારે ટીવી ચેનલો ઘણા દિવસો સુધી સતત કવરેજ આપે છે પરંતુ જે દિવસે ઘટના બની તે દિવસથી વારંવાર ફૂટેજ બતાવે છે. તે કહે છે કે આનાથી દર્શકોમાં બિનજરૂરી મૂંઝવણ અને સંભવિત ગભરાટ પેદા થાય છે. ટીવી ચેનલોને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે કે આવી ...

ઓગસ્ટ 13, 2024 10:58 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 10:58 એ એમ (AM)

views 9

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દેશના મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ માટેની સંભાવના વ્યક્ત કરાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં આગામી 7 દિવસ સુધી અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેશે. આકાશવાણીના સમાચાર વિભાગ સાથે વાત કરતા IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું કે તમિલનાડુ, રાયલસીમા, કેરળ અને પૂર્વોત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે....

ઓગસ્ટ 13, 2024 10:56 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 10:56 એ એમ (AM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તિરંગા યાત્રાનો અમદાવાદના વિરાટનગરમાંથી લીલી ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે. આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે. હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય લોકોમાં એકતાઅને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાનો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી શક્યતા છે.

ઓગસ્ટ 13, 2024 10:55 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 10:55 એ એમ (AM)

views 9

ગત વર્ષની તુલનામાં પ્રત્યક્ષ કરની આવક 23.99 ટકાના વધારા સાથે 8.13 લાખ કરોડને પાર પહોંચી

એપ્રિલથી 11 ઓગસ્ટ સુધીના કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 23.99 ટકાનો વધારો થયો છે, જે 8.13 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે પાછલા વર્ષના સમાન સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ કર સંગ્રહ 6.55 લાખ કરોડ રૂપિયા હતું. નેટ કલેક્શન 6.93 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું, જે 22.48 ટકાના વધારાને દર્શાવે છે.

ઓગસ્ટ 13, 2024 10:54 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 10:54 એ એમ (AM)

views 8

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઇમ્પેક્ટ વિથ યુથ કોન્કલેવને સંબોધતા કહ્યુ કે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામા યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં યુવાનોની મહત્વની ભૂમિકા છે. ગઈકાલે અમદાવાદમાં 'ઈમ્પેક્ટ વિથ યુથ કોન્ક્લેવ 2024'માં બોલતા શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત એક યુવા દેશ છે અને વિકસિત રાષ્ટ્રનું વિઝન હાંસલ કરવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે, પરંતુ યુવાનોની વિશેષ ભૂમિકા છે. શ્રી માંડવિયાએ યુવાનોને તેમના સંબંધિત ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા અને દેશ માટે શ્રેષ્ઠ યોગદાન આપવા વિનંતી કરી હતી અને યુવા...

ઓગસ્ટ 13, 2024 10:52 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 10:52 એ એમ (AM)

views 8

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના અત્યાર સુધીમાં 163 કેસ, અત્યાર સુધીમાં રાજ્યમાં 73 દર્દીઓના મોત

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના અત્યાર સુધીમાં 163 કેસ નોંધાયેલા છે. જ્યારે અત્યાર સુધીમાં 60 જેટલા કેસ પોઝિટીવ મળેલા છે. જ્યારે ચાંદીપુરા વાઇરસને કારણે અત્યાર સુધીમાં 73 દર્દીઓના મોત થયા છે.. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં સાબરકાંઠામાં અને પંચમહાલમાં સૌથી વધુ 16-16 કેસ મળી આવ્યાં છે. આજદીન સુધી પરિક્ષણ કરવા મોકલેલા શંકાસ્પદ કેસમાંથી 60 કેસ પોઝિટીવ મળી આવ્યાં છે.. હાલમાં સાત દર્દીઓ સારવાર માટે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ છે જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા 83 દર્દીઓ સ...

ઓગસ્ટ 13, 2024 10:51 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 10:51 એ એમ (AM)

views 8

સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સુરતના પુણાગામ અને મોટા વરાછા ખાતે દરોડા પાડી વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતા એકમોનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમ્યાન ૨૩.૭૦ લાખનો રૂપિયાનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રએ સૂરતના મોટા વરાછા ખાતે વગર પરવાને અન્ય કંપનીના નામ, સરનામા તથા અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટીક બનાવટ્નું ઉત્પાદન કરતા વ્યક્તિને ઝડપી પાડીને ૪.૩૦ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. તેવી જ રીતે પુણાગામ ખાતે અલગ અલગ બ્રાન્ડના લેબલ વાળી કોસ્મે...

ઓગસ્ટ 13, 2024 10:49 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 10:49 એ એમ (AM)

views 9

અમેરિકાના ડલ્લાસ ખાતે યોજાયેલી ફર્સ્ટ યુનાઇડેટ ગુજરાતી કન્વેન્શનમાં વધુને વધુ ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરે તેવું રાજ્ય સરકારનું આહ્વાન

સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના ડલ્લાસ ખાતે “વન ગુજરાત, વન ગુજરાતી વન વૉઇઝ” ના સૂત્ર સાથે “ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2024” યોજાઈ ગઈ. ફેડરેશન ઑફ ગુજરાતી એસોસિએશન દ્વારા ગત 2 થી 4 ઑગસ્ટ દરમિયાન યોજાયેલી આ પરિષદમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદ અંગે નાણામંત્રી કનુ દેસાઈએ આ મુજબ જણાવ્યું કે, અમેરિકામાં 44 કરોડની વસતિમાં વસતા ગુજરાતીઓ ડલાસ ખાતે એકત્રિત થયા હતા. દરમિયાન રાજ્યમાં વધુને વધુ ઉદ્યોગકારો આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. નાણામં...

ઓગસ્ટ 12, 2024 11:02 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 11:02 એ એમ (AM)

views 13

હરિયાણામાં આવતા મહિને પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડીલીગ શરૂ થશે

હરિયાણામાં આવતા મહિને પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડીલીગ શરૂ થશે. સત્તાવાર રીતે વૈશ્વિક પ્રવાસી મહિલા કબડ્ડી લીગ (GPKL) નામ આપવામાં આવ્યું છે, આ સ્પર્ધામાં 15 થી વધુ દેશોની મહિલાએથ્લેટ ભાગ લેશે. આ ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે કબડ્ડીને પ્રોત્સાહન આપવા, ઓલિમ્પિક ગેમ્સમાં કબડ્ડીની રમતને સમાવવાના પ્રયાસોને સમર્થન આપવા અને 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની બિડને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ લીગનો હેતુ મહિલા કબડ્ડીનાવૈશ્વિક વિકાસને આગળ વધારવાનો છે. આ સ્પર્ધામાં ઇંગ્લેન્ડ, ...

ઓગસ્ટ 12, 2024 11:00 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 11:00 એ એમ (AM)

views 2

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪નું ભવ્ય સમારોહ સાથે સમાપણ થયું

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪નું ભવ્ય સમારોહ સાથે સમાપણ થયું છે. ભારતે ૧ રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે કુલ ૬ ચંદ્રકો જીત્યા છે. અને મેડલ ક્રમાંકમાં ૭૧મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે ગત ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ ના સાપેક્ષમાં ઘણું નીચું છે. ગત ઓલિમ્પિકમાં ભારત એક સુવર્ણ, ૨ રજત અને ૪ કાંસ્ય ચંદ્રકો સાથે ૪૮ માં ક્રમાંકે હતું. ગઈકાલેને ધરલેન્ડસની સિફાન હાસને મહિલાઓની મેરથોન દોડ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ૩૧ વર્ષીય આ મહિલા ખેલાડીએ ૨ કલાક ૨૨ મિનિટ ૫૫ સેકંડમાં પૂર્ણ કી કરીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવી દીધો છે...