સપ્ટેમ્બર 15, 2024 10:12 એ એમ (AM) સપ્ટેમ્બર 15, 2024 10:12 એ એમ (AM)

views 11

ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ રજત જીત્યો

ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં રજત ચંદ્રક જીત્યો છે. શનિવારે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં નીરજ ચોપડાએ 87.86 મીટરનો થ્રો કર્યો હતો, જે તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. તેઓ માત્ર 1 સેન્ટિમિટરના અંતરથી સુવર્ણ ચંદ્રક ચૂકી ગયા હતા. આ સ્પર્ધામાં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અંડરસન પીટર્સે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે જર્મનીના જૂલિયન વેબર ત્રીજા સ્થાને રહ્યા હતા. આ સતત ત્રીજી વાર છે કે, જ્યારે નીરજ ચોપડા ડાયમંડ લીગમાં ચંદ્રક જીત્યા છે.

ઓગસ્ટ 19, 2024 11:21 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:21 એ એમ (AM)

views 10

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજે નેપાળના વિદેશમંત્રી અરજૂ રાણા દેઉબા સાથે દ્વીપક્ષીય બેઠક કરશે

નેપાળના વિદેશ મંત્રી ડૉ. અરજૂ રાણા દેઉબા પાંચ દિવસના ભારત પ્રવાસે, છે. આ યાત્રા દરમિયાન તેઓ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર સાથે દ્વીપક્ષીય મુદ્દાઓ અંગે વાટાઘાટો કરશે. વિદેશ મંત્રાલયે એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે ડૉ. દેઉબાની આ ભારત યાત્રા બંને દેશો વચ્ચે પરંપરાગત નિયમિત ઉચ્ચસ્તરીય વાટાઘાટોનો ભાગ છે. વધુમાં મંત્રાલયે જણાવ્યું છે કે ભારતની પાડોશી પ્રથમ નીતિમાં નેપાળ પ્રાથમિક ભાગીદાર છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય સહકારની પ્રગતિની સમીક્ષાની તક ઉભી કરશે. આ ઉપરાંત તેનાથી બંને દેશો વચ્ચેના સંબં...

ઓગસ્ટ 19, 2024 11:20 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:20 એ એમ (AM)

views 14

કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સર્વોચ્ચ અદાલત આવતીકાલે સુનાવણી કરશે

સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં નોંધ લીધી છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રા આવતીકાલે આ કેસની સુનાવણી કરશે. આ મહિનાની શરૂઆતમાં કોલકાતાની આર. જી. કર હૉસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી દેવાઈ હતી. આ ઘટના બાદ કોલકાતા પોલીસે એક સ્વયંસેવકની ધરપકડ કરી છે. ઘટનાને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. વિવિધ તબીબી સંગઠનો આ મામલે હડતાળ પર ઉતર્...

ઓગસ્ટ 13, 2024 11:07 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 11:07 એ એમ (AM)

views 7

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નર્મદાના સરદાર સરોવર ડેમને લેસર કિરણના રંગીન લાઈટ ડેકોરેશનથી સજાવાયો છે

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નર્મદાના સરદાર સરોવર ડેમને લેસર કિરણના રંગીન લાઈટ ડેકોરેશનથી સજાવાયો છે. ચાલુ વર્ષે પહેલીવાર નર્મદા ડેમના નવ દરવાજા ખોલી પાણી છોડાતા નર્મદા ડેમ ઓવરફલો થયો છે, ત્યારે રાત્રી દરમિયાન ડેમના લાઈટ ડેકોરેશનનું અદભુત દ્રશ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એક તરફ સરદાર પટેલની પ્રતિમા પર લેશર શો ચાલે છે તો બીજી તરફ નર્મદા ડેમના લાઇટિંગ ડેકોરેશન સાથેનું દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.

ઓગસ્ટ 13, 2024 11:05 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 11:05 એ એમ (AM)

views 15

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં 979 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં 979 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. કૃષિ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે 331.78 લાખ હેક્ટર વિસ્તારમા ડાંગરનુ વાવેતર કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 318.16 લાખ હેક્ટર વિસ્તાર કરતા વધુ છે. તેવી જ રીતે ગત વર્ષની 110.08 લાખ હેક્ટરની સરખામણીમાં 117 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કઠોળનું વાવેતર નોંધાયું છે. લગભગ 173 લાખ હેક્ટર વિસ્તારમાં બરછટ અનાજનુ વાવેતર થયુ છે.

ઓગસ્ટ 13, 2024 11:04 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 11:04 એ એમ (AM)

views 5

ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જાવદ ઝરીફે તેમની નિમણૂંકના 11 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું છે

ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જાવદ ઝરીફે તેમની નિમણૂંકના 11 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં, શ્રી ઝરીફે કહ્યું કે તેઓ નવી ઈરાની સરકાર માટે કેબિનેટ સભ્યોની પસંદગી કરવા માટે તેમના કામના પરિણામોથી સંતુષ્ટ નથી અને તેઓ કહી રહ્યા છે કે 19 નામાંકિત મંત્રીઓમાંથી ઓછામાં ઓછા સાત તેમની પ્રથમ પસંદગી નહોતા. શ્રી ઝરીફે કહ્યું કે તેમનું આ રાજીનામું ઈરાનના રાષ્ટ્રપતિને નિરાશ કરવાનું નથી પરંતુ તે વ્યૂહાત્મક બાબતો માટે ઉપરાષ્ટ્રપતિ તરીકેની તેમની ઉપયોગીતા અંગે શંકા દર્શાવે છે. 1 ઓગસ...

ઓગસ્ટ 13, 2024 11:03 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 11:03 એ એમ (AM)

views 11

ફ્રેન્ચાઇઝી આધારિત T20 ટૂર્નામેન્ટ , બિગ ક્રિકેટ લીગ BCLનું આયોજન કરાયું છે

ફ્રેન્ચાઇઝી આધારિત T20 ટૂર્નામેન્ટ , બિગ ક્રિકેટ લીગ BCLનું આયોજન કરાયું છે. આ ટૂર્નામેન્ટ દ્વારા સ્થાનિક ખેલાડીઓને તેમના ક્રિકેટિંગ હીરો સાથે રમવાની તક આપશે. BCL રાષ્ટ્રીય પ્રસારણકર્તા પ્રસાર ભારતી સાથે હાથ મિલાવ્યા છે. બીસીએલનું ઉદઘાટન આ વર્ષે સપ્ટેમ્બરમાં લખનૌમાં યોજાશે. BCL નું સમગ્ર દેશમાં DD સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે, અને પ્રસાર ભારતી પણ તેના નેટવર્ક પર લીગનો પ્રચાર કરશે

ઓગસ્ટ 13, 2024 11:02 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 11:02 એ એમ (AM)

views 11

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન -EPFO આજે ‘ફંડ ટ્રાન્સફર’ વિષય પર 5મું જીવંત સત્ર યોજશે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન -EPFO આજે ‘ફંડ ટ્રાન્સફર’ વિષય પર 5મું જીવંત સત્ર યોજશે. જેનો ઉદ્દેશ સભ્યો અને પેન્શનરોને વિવિધ સેવાઓ વિશે માહિતી પૂરી પાડવાનો છે. આ સત્ર EPFOના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે સત્ર દરમિયાન નિષ્ણાતો પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફરનું મહત્વ અને તેની પ્રક્રિયા સમજાવશે અને સહભાગીઓના પ્રશ્નોના જવાબ આપશે.

ઓગસ્ટ 13, 2024 11:01 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 11:01 એ એમ (AM)

views 17

ગ્રીસના જંગલમાં લાગેલી આગ એથેન્સના ઉપનગરોમાં ફેલાઈ છે, જેના કારણે હજારો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે

ગ્રીસના જંગલમાં લાગેલી આગ એથેન્સના ઉપનગરોમાં ફેલાઈ છે, જેના કારણે હજારો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. આગથી વૃક્ષો, મકાનો અને કારોને નુકસાન થયું છે અને આગને કાબૂમાં લેવા માટે સરકારે યુરોપિયન યુનિયનના સભ્યો પાસેથી મદદ માંગી છે. આગ બીજા દિવસે પણ કાબૂ બહાર છે. તોફાની પવનના કારણે આગ વધુ ફેલાઈ રહી છે.

ઓગસ્ટ 13, 2024 11:00 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 11:00 એ એમ (AM)

views 12

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપનીઓને પ્રથમ ત્રણ મહિનામાં જમા રકમના 100 ટકા રિફંડ કરવાનો નિર્દેશ આપ્યો છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપનીઓને પ્રથમ ત્રણ મહિનામાં જમા રકમના 100 ટકા રિફંડ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો તબીબી ખર્ચ અથવા કુદરતી આપત્તિ જેવી કટોકટીના કિસ્સામાં થાપણદાર નાણાં ઉપાડવા માંગે છે તો આવા સમયે થાપણદારે કોઈ વ્યાજ ચુકવવું નહી પડે. જો કોઈ થાપણદાર અન્ય કોઈ કારણસર ઉપાડ કરવા માંગે છે તો NBFC કોઈપણ વ્યાજ વગર જમા કરેલી રકમના 50 ટકા ચૂકવી શકે છે. આરબીઆઈએ કહ્યું કે મૂળ રકમના 50 ટકાથી વધુ અથવા 5 લાખ રૂપિયાથી બેમાંથી જે ઓછું હોય તે સમય પહેલા ચૂકવી શકાય છે. આરબીઆઈએ નોન-બેંકિંગ...