ઓગસ્ટ 19, 2024 11:15 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:15 એ એમ (AM)

views 11

રાજ્યમાં આજે હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે

ભાઇ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બહેન ભાઇના હાથમાં રાખડી બાંધે છે અને ભાઇની લાંબી આયુ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરે છે. જયારે ભાઇબહેનની રક્ષા કરવાનું વચન આપે છે. અને બહેનને અવનવી ભેટ આપે છે. દરમ્યાન, રક્ષાબંધનના પગલે લોકો ગત મોડી રાત સુધી બજારમાં રાખડી, મીઠાઇની ખરીદી કરતા જોવા મળ્યા હતા. મીઠાઇ ઉપરાંત સૂકોમેવો, ચોકલેટમાં પણ મોટી ખરીદી જોવા મળી હતી. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ નાગરીકોને રક્ષાબ...

ઓગસ્ટ 19, 2024 11:13 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:13 એ એમ (AM)

views 11

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટીસના અત્યાર સુધીમાં શંકાસ્પદ 164 કેસ નોંધાયા છે

રાજ્યમાં ચાંદીપુરા એટલે કે, વાયરલ એન્કેફેલાઈટીસના અત્યાર સુધીમાં શંકાસ્પદ 164 કેસ નોંધાયા છે. આમાંથી સૌથી વધારે 16—16 કેસ સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હોવાના અહેવાલ છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ, આ તમામ કેસ પૈકી સૌથી વધુ ચાંદીપુરાના સાત પોઝિટિવ કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 61એ પહોંચી છે. જ્યારે 73 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યમાં હાલમાં ચાંદીપુરા કેસના 4 દર્દી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 87 દર્દીને રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટુકડીએ પોઝિટિવ અને શં...

ઓગસ્ટ 19, 2024 11:12 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:12 એ એમ (AM)

views 3

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સૌને જળ સંચય અને જળસંગ્રહ માટે જાગૃત થવા આહ્વાન કર્યું

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સૌને જળ સંચય અને જળસંગ્રહ માટે જાગૃત થવા આહ્વાન કર્યું છે. નવસારી વેપારી અને ઉદ્યોગ મંડળમાં ગઈકાલે નવનિયુક્ત પ્રમુખ માટે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું કે, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસે છે. પરંતુ પાણીનો યોગ્ય ઉપયોગ અને સંગ્રહ કરવો આવશ્યક છે. આ પ્રસંગે રાજ્યના નાણા અને ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પણ વેપારી મંડળની નવી ટુકડીને નવસારીને ઔદ્યોગિક ક્ષેત્રે આગળ ધપાવવા શુભકામના પાઠવી હતી.

ઓગસ્ટ 19, 2024 11:11 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:11 એ એમ (AM)

views 14

વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી 382 કરોડ રૂપિયાના ખર્ચે હાઈસ્પીડ કોરીડોર બનાવાશે

વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધીનો માર્ગ હાઈસ્પીડ કોરીડોર બનાવાશે. રાજ્ય સરકારે વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનીટી અને વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ માટે 382 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓની સુવિધા વધે, તેમના સમય અને ઇંધણનો બચાવ થાય તથા આ ક્ષેત્રે પ્રવાસનને વધુ વેગ મળે તે ઉદ્દેશ્યથી આ નિર્ણય કરાયા છે. જે અંતર્ગત વડોદરા નેશનલ હાઈવે ૪૮ જંક્શનથી વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ હદ સુધી છ-માર્ગીય રો...

ઓગસ્ટ 12, 2024 11:02 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 11:02 એ એમ (AM)

views 14

હરિયાણામાં આવતા મહિને પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડીલીગ શરૂ થશે

હરિયાણામાં આવતા મહિને પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડીલીગ શરૂ થશે. સત્તાવાર રીતે વૈશ્વિક પ્રવાસી મહિલા કબડ્ડી લીગ (GPKL) નામ આપવામાં આવ્યું છે, આ સ્પર્ધામાં 15 થી વધુ દેશોની મહિલાએથ્લેટ ભાગ લેશે. આ ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે કબડ્ડીને પ્રોત્સાહન આપવા, ઓલિમ્પિક ગેમ્સમાં કબડ્ડીની રમતને સમાવવાના પ્રયાસોને સમર્થન આપવા અને 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની બિડને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ લીગનો હેતુ મહિલા કબડ્ડીનાવૈશ્વિક વિકાસને આગળ વધારવાનો છે. આ સ્પર્ધામાં ઇંગ્લેન્ડ, ...

ઓગસ્ટ 6, 2024 11:00 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 11:00 એ એમ (AM)

views 12

બાંગલાદેશના ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારત સરકારે સોમવારે ભારતમાં વચગાળાના રોકાણ માટે મંજૂરી આપી હતી

બાંગલાદેશના ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારત સરકારે સોમવારે ભારતમાં વચગાળાના રોકાણ માટે મંજૂરી આપી હતી. એક અહેવાલ પ્રમાણે, શેખ હસીના બ્રિટનમાં શરણ પ્રાપ્ત કરે ત્યાં સુધી ભારત તેમને તમામ મદદ પૂરી પાડશે. જો કે, શેખ હસીનાને રાજકીય આશ્રય આપવા અંગે બ્રિટન સરકારે કોઇ પુષ્ટી કરી નથી. હસીનાની સાથે તેમનાં બહેન રેહાના પણ છે, જેઓ બ્રિટનનાં નાગરિક છે. ઉલ્લેખનીય છે કે હિંસા અને અરાજકતાને પગલે ગઈકાલે શેખ હસિના પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને સૈન્ય હેલિકોપ્ટરમાં બેસીને ભારત આવ્યા હતા. દેશમાં સર્જાયે...

ઓગસ્ટ 6, 2024 10:57 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 10:57 એ એમ (AM)

views 28

ભારતની અધ્યક્ષતામાં બિમ્સટેકના વેપારી શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ

ભારતની અધ્યક્ષતામાં બંગાળની ખાડી બહુ ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર – બિમ્સટેકના વેપારી શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થઈ રહ્યો છે. વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર ત્રણ દિવસીય આ સંમેલનનું ઉદ્ઘઘટન કરશે, જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયેલ સહિતના નેતાઓ તેને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં બિમ્સટેકના સભ્ય દેશોના મંત્રીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, નીતિ ઘડવૈયા, ઉદ્યોગપતિઓ, તેમજ ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે બિમસ્ટેક વેપારી શિખર સંમેલન બંગાળની ખાડી વિસ્તારના ત્રણ...

ઓગસ્ટ 6, 2024 10:55 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 10:55 એ એમ (AM)

views 9

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે દ્વીપક્ષીય બેઠક કરશે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ રાતુ વિલિયમ માઇવલીલી કેતોનિવેર અને પ્રધાનમંત્રી સિતિવેની રાબુકા સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. શ્રી મુર્મુએ આજે સવારે ફિજીની સંસદમાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ ગઈકાલે ફિજીની રાજધાની સુવા પહોંચ્યા હતા. જ્યાં ફિજીના પ્રધાનમંત્રીએ તેમને આવકાર્યા હતા. ફિજીના રાષ્ટ્રપતિએ શ્રી મુર્મુને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. રાષ્ટ્રપતિએ બાદમાં ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કર્યું હતું. ફિજી યાત્રા બાદ રાષ્ટ્રપતિ મુર્મુ આવતીકાલથી ન્યૂઝીલેન્ડ્સનો પ્રવાસ કરશે. અહીં તેઓ ન્યૂઝી...

ઓગસ્ટ 6, 2024 10:47 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 10:47 એ એમ (AM)

views 9

શિક્ષકોનાં ઉમદા પ્રયાસથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગઈ કાલે ગાંધીનગરના ડભોડા ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા આયોજિત મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીના અભિવાદન સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું કે, શિક્ષકો દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવી રહ્યું છે. તેમના ઉમદા પ્રયાસો દ્વારા સમગ્ર રાજ્યમાં ડ્રોપ આઉટ1 રેશિયો ઘટ્યો છે. શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભ...

ઓગસ્ટ 5, 2024 2:47 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 2:47 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. ફિજીના નાયાબ પ્રધાનમંત્રી વિલિયમ ગોવેકા અને પી.એસ. કાર્થિગેયાન તેમજ ફિજીમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમનું સ્વાગ કર્યું હતું. શ્રી મુર્મુ 6 અને 7 ઑગસ્ટ દરમિયાન વિવિધ રાજકીય કાર્યક્રમો ભાગ લેશે. તેઓ ફિજીના રાષ્ટ્રપતિ વિલિયમ કાતોનિવેરે અને પ્રધાનમંત્રી સિતિવેની રેબુકા સાથે દ્વીપક્ષીય વાટાઘાટો કરશે. શ્રી મુર્મુ ફિજીની સંસદમાં સંબોધન કરવા ઉપરાંત ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે.