સપ્ટેમ્બર 15, 2024 10:12 એ એમ (AM) સપ્ટેમ્બર 15, 2024 10:12 એ એમ (AM)

views 13

ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ રજત જીત્યો

ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં રજત ચંદ્રક જીત્યો છે. શનિવારે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં નીરજ ચોપડાએ 87.86 મીટરનો થ્રો કર્યો હતો, જે તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. તેઓ માત્ર 1 સેન્ટિમિટરના અંતરથી સુવર્ણ ચંદ્રક ચૂકી ગયા હતા. આ સ્પર્ધામાં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અંડરસન પીટર્સે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે જર્મનીના જૂલિયન વેબર ત્રીજા સ્થાને રહ્યા હતા. આ સતત ત્રીજી વાર છે કે, જ્યારે નીરજ ચોપડા ડાયમંડ લીગમાં ચંદ્રક જીત્યા છે.

ઓગસ્ટ 19, 2024 11:26 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:26 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી

આજે નાળિયેરી પૂર્ણિમાએ સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શૂભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અનેખા સંબંધોની ઉજવણીનો તહેવાર છે, જે પરસ્પર પ્રેમ અને વિશ્વાસને મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું, આ તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક મર્યાદાથી આગળ વધીને દેશની વિવિધતામાં એકતાનું પ્રતિક છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ તહેવાર મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાના સંકલ્પને મજ...

ઓગસ્ટ 19, 2024 11:24 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:24 એ એમ (AM)

views 6

અમરનાથ યાત્રાની આજે સવારે આસ્થા ભેર પૂર્ણાહૂતિ થઈ છે

અમરનાથ યાત્રાની આજે સવારે આસ્થા ભેર પૂર્ણાહૂતિ થઈ છે. જમ્મૂ ખાતે આકાશવાણી સંવાદદાતા સુનિલ કૌલ જણાવે છે કે ભગવાન શિવની પવિત્ર ગદા કે જેને "છડી મુબારક" કહેવામાં આવે છે તે આજે વહેલી સવારે દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથ ગુફામાં પહોંચી અને 43 દિવસની અમરનાથજી યાત્રાનો ઔપચારિક અંત આવ્યો. 29 વર્ષો પૂર્વે અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો હતો. ઘણા વર્ષો બાદ આ વર્ષે આટલી મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાના દર્શન કર્યા. સત્તાવાર આકંડાઓ પ્રમાણે આ વર્ષે અંદાજે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરની મુલાક...

ઓગસ્ટ 19, 2024 11:23 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:23 એ એમ (AM)

views 11

મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આજથી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે

મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આજથી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમા જણાવ્યું છે કે 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસથી બંને દેશો વચ્ચેના દ્વીપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક દૃષ્ટિએ નવી ઉંચાઈઓ મળી હતી. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની મુલાકાતથી ભવિષ્ય માટે બહુક્ષેત્રીય સહકારના પરિપ્રેક્ષ્યમાં ભારત-મલેશિયા વચ્ચેના સંબંધોને વ...

ઓગસ્ટ 19, 2024 11:22 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:22 એ એમ (AM)

views 12

હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદને જોતા ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આજે તામિળનાડુ, પુડ્ડીચેરી, કોડાઈકેનાલ, આ ઉપરાંત જમ્મૂના કેટલાક ભાગો ઉપરાંત મરાઠવાડા, તટિય આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. તો જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તરપ્રદેશ, કેરળ, માહે અને લક્ષદીપમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

ઓગસ્ટ 19, 2024 11:21 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:21 એ એમ (AM)

views 11

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજે નેપાળના વિદેશમંત્રી અરજૂ રાણા દેઉબા સાથે દ્વીપક્ષીય બેઠક કરશે

નેપાળના વિદેશ મંત્રી ડૉ. અરજૂ રાણા દેઉબા પાંચ દિવસના ભારત પ્રવાસે, છે. આ યાત્રા દરમિયાન તેઓ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર સાથે દ્વીપક્ષીય મુદ્દાઓ અંગે વાટાઘાટો કરશે. વિદેશ મંત્રાલયે એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે ડૉ. દેઉબાની આ ભારત યાત્રા બંને દેશો વચ્ચે પરંપરાગત નિયમિત ઉચ્ચસ્તરીય વાટાઘાટોનો ભાગ છે. વધુમાં મંત્રાલયે જણાવ્યું છે કે ભારતની પાડોશી પ્રથમ નીતિમાં નેપાળ પ્રાથમિક ભાગીદાર છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય સહકારની પ્રગતિની સમીક્ષાની તક ઉભી કરશે. આ ઉપરાંત તેનાથી બંને દેશો વચ્ચેના સંબં...

ઓગસ્ટ 19, 2024 11:20 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:20 એ એમ (AM)

views 15

કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સર્વોચ્ચ અદાલત આવતીકાલે સુનાવણી કરશે

સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં નોંધ લીધી છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રા આવતીકાલે આ કેસની સુનાવણી કરશે. આ મહિનાની શરૂઆતમાં કોલકાતાની આર. જી. કર હૉસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી દેવાઈ હતી. આ ઘટના બાદ કોલકાતા પોલીસે એક સ્વયંસેવકની ધરપકડ કરી છે. ઘટનાને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. વિવિધ તબીબી સંગઠનો આ મામલે હડતાળ પર ઉતર્...

ઓગસ્ટ 19, 2024 11:18 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:18 એ એમ (AM)

views 10

મંકીપૉક્સ વાઇરસના સંક્રમણને જોતા કેન્દ્ર સરકારનો રાજ્યોને કેસોની ત્વરિત તપાસ માટે અસરકારક પગલાં લેવા નિર્દેશ

મંકીપૉક્સ વાઇરસ સંક્રમણની ભીતિને જોતા પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ ગઈકાલે દિલ્હી ખાતે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં મંકીપૉક્સ વાઇરસને લઈને તૈયારીઓ તેમજ આગોતરા પગલાંઓ વિશે ચર્ચા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. બેઠક દરમિયાન શ્રી મિશ્રાએ રાજ્યોને દેખરેખ વધારવા અને કેસોની ત્વરિત તપાસ માટે અસરકારક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. વધુમાં તેમણે લેબોરેટરીઓનું નેટવર્ક વહેલી તકે નિદાન માટે સજ્જ હોવું જોઈએ તે વાત પર ભાર મૂક્યો હતો. હ...

ઓગસ્ટ 19, 2024 11:17 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:17 એ એમ (AM)

views 12

દેશની અંડર-18 મહિલા બાસ્કેટબોલ ટીમમાં રાજ્યની આહના જ્યોર્જનો સમાવેશ કરાયો

દેશની અંડર-18 મહિલા બાસ્કેટબોલ ટીમમાં રાજ્યની આહના જ્યોર્જનો સમાવેશ કરાયો છે. આહનાનો હંગરી ખાતે 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રમાનાર અંડર 18 વિશ્વકપ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર દેખાવ કરનાર આહનાએ ગત વર્ષ અંડર-16 ભારતીય ટીમમાં પણ સ્થાન મેળવ્યું હતું.

ઓગસ્ટ 19, 2024 11:16 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:16 એ એમ (AM)

views 19

મેડીકલ ડેન્ટલ સહિતની કોલેજમાં પ્રવેશ માટે પ્રોવીઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાયું

મેડીકલ ડેન્ટલ સહિતની કોલેજમાં પ્રવેશ માટે પ્રોવીઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાયું છે. આ યાદીમાં 22 હજાર 804 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. આ વિદ્યાર્થીઓને આગામી 29 ઑગસ્ટ સુધી ચોઈસ ફિલીંગ કરવા સૂચના અપાઈ છે. ઓલ ઇન્ડિયા ક્વોટાની પ્રક્રિયા 29 ઑગસ્ટે પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સ્થાનિક ક્વોટામાં 30 અથવા 31 ઑગસ્ટે કોલેજની ફાળવણી કરાશે.