ઓગસ્ટ 13, 2024 10:48 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 10:48 એ એમ (AM)
10
નર્મદા બંધમાં પાણીની ભરપૂર આવકના પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર બંધમાં પાણીની આવકમાં વધારો થતાં આ પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ખેડૂતો અને નાગરિકોને પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદીજુદી સૌની યોજનાની 4 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવા રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે. હાલ આ પાઈપલાઈનો દ્વારા 1 હજાર 300 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ જળાશયમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. તેવી જ રીતે ઉત્તર ગુજરાતના તળાવો...