સપ્ટેમ્બર 26, 2024 9:14 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 9:14 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિયાચીનમાં બેઝ કેમ્પની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિયાચીનમાં બેઝ કેમ્પની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ બેઝ કેમ્પમાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે.

સપ્ટેમ્બર 26, 2024 9:10 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 9:10 એ એમ (AM)

views 6

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે ન્યુયોર્કમાં જી-20 દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રને ભૂતકાળમાં પ્રતિબંધો હેઠળ રાખવામાં આવ્યા છે અને વિશ્વની સાથે તેનો વિકાસ થવો જોઈએ. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા જાળવવાના પોતાના લક્ષ્યને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. જેનાથી વિશ્વ સં...

સપ્ટેમ્બર 25, 2024 10:57 એ એમ (AM) સપ્ટેમ્બર 25, 2024 10:57 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે. આ રેલી દ્વારા ભાજપ સોનીપત, રોહતક અને પાણીપતમાં આવતા 22 વિધાનસભા ક્ષેત્રોના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આજની રેલીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હરિયાણાના લોકોએ ભારતીય જનતા પાર્ટીની જંગી જીત સુનિશ્ચિત કરવાનું મન બનાવી લીધું છે. શ્રી મોદીએ આ મહિનાની 14 તાર...

સપ્ટેમ્બર 19, 2024 11:46 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2024 11:46 એ એમ (AM)

views 7

રાજ્યભરમાં “સ્વચ્છતા હી સેવા ” અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિઓ યોજાઈ રહી છે.

રાજ્યભરમાં "સ્વચ્છતા હી સેવા " અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિઓ યોજાઈ રહી છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, ટપાલ વિભાગ દ્વારા મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સ્વચ્છતા શપથ અને "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો.ઉપરાંત સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિના ઉદેશ્યથી ગઈકાલે પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું. તેવી જ રીતે રાજકોટના વિંછીયા તાલુકાના મોઢુકા ગામે મુખ્ય બજાર અને જાહેર સ્થળોએથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

સપ્ટેમ્બર 19, 2024 11:34 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2024 11:34 એ એમ (AM)

views 8

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો છે. 3 દિવસ ચાલનારી આ આંતર રાજ્ય સ્પર્ધામાં રાજયભરના 25 જિલ્લાઓની શાળાઓની ટીમો ભાગ લઈ રહી છે. જેમાં 400થી વધુ કિશોર ભાગ લઈ રહ્યા હોવાનું સ્પર્ધાના કન્વીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું. ગઈકાલે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઈ હતી. જ્યારે આજે ફાઇનલ મેચ રમાશે. આ મેચમાં વિજેતા ટીમ રાષ્ટ્રીય સ્તરે દિલ્હીમાં યોજનારી મેચમાં ભાગ લઈ શકશે.

સપ્ટેમ્બર 19, 2024 11:15 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2024 11:15 એ એમ (AM)

views 5

હ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા અર્પણ કરી

શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પુનમના મેળાનું ગઈકાલે સમાપન થયું છે. ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા અર્પણ કરી હતી. અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. મેળામાં સલામતી માટે 24 કલાક કાર્યરત પોલીસની ફરજનિષ્ઠાની પણ શ્રી સંઘવીએ પ્રશંસા કરી હતી. પદયાત્રીઓની સેવા કરનારા અને પદયાત્રાન...

સપ્ટેમ્બર 19, 2024 10:27 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2024 10:27 એ એમ (AM)

views 5

2025ની બોર્ડની પરિક્ષામાં ધોરણ નવ અને 11નાં વિદ્યાર્થીઓ માટેની નોંધણી ગઈકાલથી શરૂ થઈ

2025ની બોર્ડની પરિક્ષામાં ધોરણ નવ અને 11નાં વિદ્યાર્થીઓ માટેની નોંધણી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ- CBSEનાં જાહેરનામા પ્રમાણે નોંધણી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે. CBSE સંલગ્ન શાળાઓએ cbse.gov.in પર પોતાનાં વિદ્યાર્થીઓની નોંધણી કરાવવાની રહેશે. બોર્ડે જણાવ્યું છે કે, શાળાઓ દ્વારા જે વિદ્યાર્થીઓની નોંધણી થઈ હશે તેમને જ વર્ષ 2025-26નાં શૈક્ષણિક સત્રમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં બેસવા દેવાશે. શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓની વિગતો રજૂ કરતાં પહેલાં પોર્ટલ પર પો...

સપ્ટેમ્બર 19, 2024 10:13 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2024 10:13 એ એમ (AM)

views 10

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઑલમ્પિયાડમાં ભારતીય ટીમે ગઈકાલે ઑપન સેક્શનના સાતમા તબક્કામાં ચીનને હરાવ્યું છે.

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઑલમ્પિયાડમાં ભારતીય ટીમે ગઈકાલે ઑપન સેક્શનના સાતમા તબક્કામાં ચીનને હરાવ્યું છે. ઑપન સેક્શનમાં ભારતીય ટીમે ચીનને એક દશાંશ 5 અંકના જવાબમાં 2 દશાંશ પાંચ અંકથી જીત હાંસલ કરી હતી. ડૉમ્મારાજૂ ગુકેશે ટોચના બૉર્ડ પર ચીનના વેઈ યીને હરાવતા ભારતને સાતમા તબક્કામાં જીતવામાં મદદ મળી. જ્યારે ભારત અને ચીનની અન્ય ત્રણ મેચ બરાબરીના સ્કૉર સાથે પૂર્ણ થઈ હતી. આ સાથે ભારતની ઑપન અને મહિલા ટીમ ચેસ ઑલમ્પિયાડના બીજા તબક્કામાં પહોંચી છે અને બંને ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી.

સપ્ટેમ્બર 19, 2024 10:05 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2024 10:05 એ એમ (AM)

views 10

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે.

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે. અન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં 90થી વધુ દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તથા 18 કેન્દ્રીય મંત્રાલયો ભાગ લેશે. આ કાર્યક્રમનું પાર્ટનર કન્ટ્રી જાપાન અને ફોકસ કન્ટ્રી વિયેતનામ તથા ઇરાન છે. આ કાર્યક્રમમાં અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં નવીનીકરણ અને ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવશે. અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઊભરતી ભૂમિકા પર પ્રકાશ પાડવાનો આ મહત્વપૂર્ણ પ્રસંગ છ...

સપ્ટેમ્બર 19, 2024 9:54 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2024 9:54 એ એમ (AM)

views 17

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 સપ્ટેમ્બર સુધી આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિતના રાજ્યો અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. દરમિયાન કોંકણ અને ગોવામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને આસપાસનાવિસ્તારોમાં ગઈ મોડી રાતથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.