ઓક્ટોબર 3, 2024 11:46 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 11:46 એ એમ (AM)

views 4

આજે સાબરમતીથી ઉપડનારી સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મહેસાણા-પાલનપુર સેક્શન પર ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે આજથી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ની આજથી 07 ઓક્ટોબર સુધી આબુ રોડથી ઉપડતી આબુ રોડ-મહેસાણા ડેમુ રદ રહેશે. જ્યારે 04, 05 અને 06 ઓક્ટોબરના રોજ સાબરમતીથી ચાલતી સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. આજે સાબરમતીથી ઉપડનારી સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. સાબરમતી-આગ્રા કેન્ટ એક્...

ઓક્ટોબર 3, 2024 11:32 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 11:32 એ એમ (AM)

views 4

‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું

નવરાત્રી દરમિયાન રાજ્યના પરંપરાગત ઉત્સવોને ગ્રામીણ હસ્તકલા સાથે જોડી મહિલાઓને રોજગારી આપવા સખી મંડળની મહિલાઓ માટે સરસમેળાનું આયોજન કરે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું છે. આ પેવેલીયનમાં આજથી ૧૩ ઓક્ટોબર સુધી ૨૨ સ્ટોલ્સ બનાવાયા છે.. ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી તથા પોલિસી વિશે મુલાકાતીઓને માહિતી આપવા પેનલ ડીસ્પ્લે, એલઈડી સ્ક્રિન પણ...

ઓક્ટોબર 3, 2024 11:16 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 11:16 એ એમ (AM)

views 4

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરાઈ હતી.

સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં ગઈકાલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરાઈ હતી. નગરપાલિકા પ્રમુખના હસ્તે શ્રેષ્ઠ સફાઇ કામદારને શિલ્ડ, પ્રમાણપત્ર અને ૧૦ હજાર રૂપિયાનો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના જસદણ, ગોંડલ અને જેતપુર તાલુકાના વિવિધ ગામોમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ સાથે મ...

ઓક્ટોબર 3, 2024 10:42 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 10:42 એ એમ (AM)

views 17

હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગીજવીજ સાથે વળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથના કેટલાક ભાગોમં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. એ સિવાય રાજ્યના બાકીના જિલ્લાઓમા હવામાન સૂકું રહેશે. બીજી તરફ ગત મોડી સાંજે તાપી અને અમરેલી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં ધોધ...

ઓક્ટોબર 3, 2024 10:30 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 10:30 એ એમ (AM)

views 4

ઇઝરાયેલી સંરક્ષણ દળ – I.D.F.એ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇરાનના મિસાઈલ હુમલામાં તેમના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું.

ઇઝરાયેલી સંરક્ષણ દળ – I.D.F.એ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇરાનના મિસાઈલ હુમલામાં તેમના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું. સેનાએ જણાવ્યું કે, ‘તેમની વાયુસેનાનું અભિયાન યથાવત્ રહેશે.’ દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેઝેશ્કિયાને કહ્યું કે, ‘અમે યુદ્ધ નથી ઇચ્છતા.’ તેમણે ઇઝરાયેલને કોઈ કાર્યવાહી ન કરવાની ચેતવણી પણ આપી હતી. દોહામાં કતરના અમીર શેખ તમીમ બિન હમાદઅલ-સાનીની સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા પેઝેશ્કિયાને કહ્યું કે, ‘જો ઇઝરાયેલ કાર્યવાહી કરશે તો અમે તેનો કડ...

ઓક્ટોબર 3, 2024 10:08 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 10:08 એ એમ (AM)

views 9

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે.

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે. આગામી 20 ઑક્ટોબર સુધી યોજાનારી આ સ્પર્ધામાં કુલ 10 ટીમ ભાગ લેશે. વિશ્વકપની પહેલી મેચ આજે બાંગ્લાદેશ અને સ્કૉટલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝિલેન્ડ વચ્ચે રમશે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રમાશે. છેલ્લા ત્રણ ટી-20 વિશ્વકપ જીતનારી ગયા વર્ષની વિજેતા ટીમ ઑસ્ટ્રેલિયા, ભારત, ન્યૂ ઝિલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે સમૂહ – એ માં છે. જ્યારે સમૂહ – બીમાં બાંગ્લાદેશ, ઇંગ્લે...

ઓક્ટોબર 3, 2024 9:57 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:57 એ એમ (AM)

views 6

સંયુક્ત રાજ્ય અમેરિકામાં હેલેન વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 183 થઈ

સંયુક્ત રાજ્ય અમેરિકામાં હેલેન વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 183 થઈ છે. જ્યારે દક્ષિણ પૂર્વ રાજ્યોમાં વાવાઝોડાના પરિણામે હજારો લોકો ગુમ થયાના અહેવાલ છે. ઉત્તર કેરોલિનામાં 90 લોકોના મોત નીપજ્યા છે. તેમજ અનેક જગ્યાએ ખોરવાયેલા વીજ પૂરવઠાને પૂર્વવત્ કરવાની કામગીરી ચાલી રહી છે. ફ્લૉરિડાથી વર્જિનિયા સુધી 10 લાખથી વધુ લોકો પાસે વીજ પૂરવઠો ઉપલબ્ધ નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન આજે ઉત્તર કેરોલિનાની મુલાકાતે છે. તેમણે સંરક્ષણ વિભાગને ઉત્તરે કેરોલિના રાષ્ટ્રીય રક્ષકને મજબૂત કરવ...

ઓક્ટોબર 3, 2024 9:43 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:43 એ એમ (AM)

views 5

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો છે. આ જાહેરાત ગયા મહિનાની 17મી તારીખે કરવામાં આવી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ મનોજ કુમારે કહ્યું કે,‘વણકરોને સૂતર કે દોરાની આંટીદીઠ 12 રૂપિયા 50 પૈસા રૂપિયા મળશે. છેલ્લા એક દાયકામાં વેતનમાં અંદાજે 213 ટકાનો વધારો નોંધાયો છે. શ્રી કુમારે ઉંમેર્યું કે, ‘પ્રધાનમંત્રીએ જ ખાદીની વસ્તુઓ પર 20 ટકા અને ગ્રામોદ્યોગ વસ્તુઓ પર 10 ટકાની છૂટની જાહ...

ઓક્ટોબર 3, 2024 9:26 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:26 એ એમ (AM)

views 8

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણા રાજ્યમાં આ શનિવારે 5મી ઑક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે આગામી આઠમી ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણા ચૂંટણી માટે મતગણતરી કરાશે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં પાંચમી ઑક્ટોબરે સાંજે સાડા 6 વાગ્યા સુધી એક્ઝિટ પૉલ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આનો ઉલ્લંઘન કરનારાઓને સજા અને દંડનો સામનો કરવો પડી શકે છે.

ઓક્ટોબર 3, 2024 9:18 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:18 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી રાજસ્થાનના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસ રાજસ્થાનના પ્રવાસે પહોંચશે. દરમિયાન તેઓ ઉદયપુરમાં મોહનલાલ સુખાડિયા વિશ્વવિદ્યાલયના 32મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આવતીકાલે માઉન્ટ આબુમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા યોજાનારા વૈશ્વિક શિખર સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. સુશ્રી મુર્મૂ રાજ્ય સરકાર દ્વારા યોજાનારા આદિ ગૌરવ સન્માન સમારોહમાં પણ સહભાગી થશે.