ઓગસ્ટ 22, 2024 11:15 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 11:15 એ એમ (AM)

views 6

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે દેશની અર્થવ્યવસ્થાના વિકાસ માટે હસ્તકળા ક્ષેત્રની પ્રમુખ ભૂમિકા પર ભાર મૂક્યો

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે દેશની અર્થવ્યવસ્થાના વિકાસ માટે હસ્તકળા ક્ષેત્રની પ્રમુખ ભૂમિકા પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં 24માં હસ્તશિલ્પ નિકાસ પુરસ્કાર કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે વર્તમાન હસ્તશિલ્પ ક્ષેત્ર અંદાજે નવથી દસ ટકાના દરે વિકસી રહ્યો છે. આ પ્રસંગે કાપડમંત્રીએ મહિલાઓને હસ્તશિલ્પ ક્ષેત્રે જોડાવા માટે પ્રોત્સાહિત કરી. હસ્તશિલ્પ નિકાસ સંવર્ધન પરિષદે દેશના ટોચના હસ્તશિલ્પ નિકાસકારોના સમ્માનમાં આયોજીત આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં અજય ગુપ્તાની કંપની સી....

ઓગસ્ટ 22, 2024 10:54 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 10:54 એ એમ (AM)

views 4

આવતીકાલે દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે.

આવતીકાલે દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે. આ વર્ષનો વિષય છે. જીવનને સ્પર્શવુ, ચંદ્રને સ્પર્શવું -‘ચંદ્રમાને સ્પર્શીને જીવનને સ્પર્શવુઃ ભારતની અવકાશ ગાથા’ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત મુખ્ય સમારોહનું ઉદઘાટન કરશે. નવી દિલ્હીમાં આ અંગેની પત્રકાર પરિષદને સંબોધતા અવકાશ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, ગયા વર્ષે 23મી ઓગસ્ટે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનાં સોફ્ટ લેન્ડિંગ સાથે ચંદ્રયાન થ્રી મિશન સફળ રીતે પૂર્ણ થયું હતું. તેમણે ...

ઓગસ્ટ 22, 2024 10:31 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 10:31 એ એમ (AM)

views 14

કેરળ સરકારે પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અને પૂર્વ હૉકી ગોલ કિપર પી.આર. શ્રીજેશને બે કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી

કેરળ સરકારે પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અને પૂર્વ હૉકી ગોલ કિપર પી.આર. શ્રીજેશને બે કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

ઓગસ્ટ 22, 2024 10:24 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 10:24 એ એમ (AM)

views 19

ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પાટલીપુત્ર ખેલ પરિસર ખાતે પ્રારંભ થયો

ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પાટલીપુત્ર ખેલ પરિસર ખાતે પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારી આ પૂર્વીય લીગ 25 ઑગસ્ટના રોજ પૂર્ણ થશે. બિહાર યોગાસન ખેલ સંઘ પહેલીવાર તેની મેજબાની કરી રહ્યું છે. આ લીગમાં પૂર્વીય ક્ષેત્રના રાજ્યોમાંથી પાંચસો મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે. આ લીગનું સીધું પ્રસારણ ખેલો ઇન્ડિયા મહિલા લીગની સત્તાવાર યુટ્યૂબ ચેનલ પર પ્રસારિત કરાશે.

ઓગસ્ટ 22, 2024 9:59 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 9:59 એ એમ (AM)

views 7

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે એન વીડિયા કંપનીએ ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તા – AI મિશનને સમર્થનનો દાવો કર્યો છે.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે એન વીડિયા કંપનીએ ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તા – AI મિશનને સમર્થનનો દાવો કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું છે કે બંને પક્ષો કૃત્રિમ બુદ્ધિમત્તાનો લાભ લેવા અને ભારતના વિશેષ પડકારોના સમાધાન માટે AIના ઉપયોગો અંગે ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન ભારતની પોતાની AI ચીપ વિકસીત કરવા માટે પણ ચર્ચા થઈ. આ વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્રીય મંત્રીમંડળે લગભગ 10 હજાર, 372 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી સાથે રાષ્ટ્રીય સ...

ઓગસ્ટ 22, 2024 9:37 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 9:37 એ એમ (AM)

views 9

કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ સોશિયલ મીડિયા કંપનીઓને કોલકાતા મૃતકના સંદર્ભ, તસવીરો અને વીડિયો હટાવવા નિર્દેશ કર્યો

ઇલેક્ટ્રોનિક અને માહિતી તેમજ પ્રસારણ મંત્રાલયે દેશના તમામ સોશિયલ મીડિયા પલ્ટેફોર્મને નિર્દેશ આપ્યા છે કે તેઓ આર. જી કર મેડિકલ કૉલેજ ઘટનામાં મૃતકની ઓળખને લઈને સંબંધિત સર્વોચ્ચ અદાલતના ચૂકાદાનું પાલન કરે. આ પૂર્વે સર્વોચ્ચ અદાલતે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોને પીડિતના નામ સાથે તમામ સંદર્ભ અને તસવીરો સાથેની વીડિયો ક્લિપ તાત્કાલિક ધોરણે દૂર કરવા નિર્દેશ કર્યો હતો. વધુમાં આ આદેશમાં કહેવાયું છે કે મંત્રાલય તમામ સોશિયલ મીડિયા કંપનીઓને કહે કે તેઓ આવી સંવેદનશીલ માહિતી પ્રસારિતન ...

ઓગસ્ટ 22, 2024 9:17 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 9:17 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડના સત્તાવાર પ્રવાસે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડના સત્તાવાર પ્રવાસે છે. તેઓ આજે વૉરસામાં પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે. બંને દેશના નેતાઓએ દ્વીપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રી મોદી પૉલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા સાથે પણ મુલાકાત કરવાના છે. ગઈકાલે પ્રધાનમંત્રીનું વૉરસા ખાતે ઔપચારિક સ્વાગત કરાયું. છેલ્લા 45 વર્ષોમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પ્રથમ પૉલેન્ડ઼ પ્રવાસ છે. ગઈરાતે વૉરસામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા શ્રી મોદીએ કહ્યું ...

ઓગસ્ટ 20, 2024 9:22 એ એમ (AM) ઓગસ્ટ 20, 2024 9:22 એ એમ (AM)

views 7

સર્વોચ્ચ અદાલત આજે કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યા કેસ અંગે સુનાવણી કરશે

સર્વોચ્ચ અદાલત આજે કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યા કેસ અંગે સુનાવણી કરશે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, મુખ્ય ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ આ કેસ સાંભળશે. ગત સપ્તાહે સર્વોચ્ચ અદાલતે આ મામલે નોંધ લેતા સુનાવણી કરવાનું નક્કી કર્યું હતું. કોલકાતાની વડી અદાલત આ મામલે પહેલાથી સુનાવણી કરી રહી છે, અદાલતે આ કેસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો હતો. પીડિતાના માતાપિતા સહિત અન્ય કેટલાક લોકોએ નિષ્પક્ષ તપાસની અપેક્ષા સાથે વડી અદાલતમાં અપીલ કરી હતી. જે બાદ આ કેસની તપાસ હવે સ...

ઓગસ્ટ 20, 2024 9:21 એ એમ (AM) ઓગસ્ટ 20, 2024 9:21 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે બેઠક કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે બેઠક કરશે. આ વાટાઘાટો બાદ બંને પક્ષો વિવિધ કરારો પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. શ્રી મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રીના સન્માનમાં ભોજનું આયોજન કર્યું છે. શ્રી ઇબ્રાહિમ આવતીકાલે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. તેઓ વિદેશમંત્રી ડૉ. એસ. જશશંકર સાથે પણ મુલાકાત કરશે. અનવર ઇબ્રાહિમ ગઈકાલે ભારતના ત્રણ દિવસના પ્રવાસે નવીદિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે..

ઓગસ્ટ 20, 2024 9:20 એ એમ (AM) ઓગસ્ટ 20, 2024 9:20 એ એમ (AM)

views 9

ભારત અને જાપાનના મંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ આજે નવીદિલ્હીમાં દ્વીપક્ષીય સંવાદ કરશે

ભારત અને જાપાનના મંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ આજે નવીદિલ્હીમાં દ્વીપક્ષીય સંવાદ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર, જાપાનના સંરક્ષણ મંત્રી કિહારા મિનોરુ અને વિદેશ મંત્રી યોકો કામાકાવા આ બેઠકમાં ભાગ લેશે. આ દ્વીપક્ષીય સંવાદની સાથે રાજનાથસિંહ જાપાનમાં તેમની સમકક્ષ સાથે બેઠક કરશે. આ બેઠકમાં મંત્રીઓ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે નવી તકો અંગે ચર્ચા કરશે.