ઓગસ્ટ 28, 2024 11:23 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 11:23 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ગઈકાલે ફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ગઈકાલે ફોન પર વાત કરી હતી. તેમણે યુક્રેન પ્રવાસના અનુભવો વિશે વાત કરી, ઉપરાંત બંને દેશોના નેતાઓ વચ્ચે રશિયા -યુક્રેન યુદ્ધને લઈને પણ ચર્ચા થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે નેતાઓએ બંને દેશો વચ્ચે રાજદ્વારી ભાગીદારીને મજબૂત કરવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરી. પીએમ મોદીએ વાટાઘાટોથી સંઘર્ષનું સમાધાન મેળવી શકાય છે એ વાતનો પુનરોચ્ચાર કર્યો. ઉલ્લેખનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ બીજ...

ઓગસ્ટ 28, 2024 11:07 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 11:07 એ એમ (AM)

views 8

કોલકતામાં તાજેતરમાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનાં વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે આચરેલા અત્યાચારનાં વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે 12 કલાકના પશ્ચિમ બંગાળ બંધનું એલાન કર્યું

કોલકતામાં તાજેતરમાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનાં વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે આચરેલા અત્યાચારનાં વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે 12 કલાકના પશ્ચિમ બંગાળ બંધનું એલાન કર્યું છે. દેખાવકારો મુખ્યમંત્રી મમતા બેનરજીનાં રાજીનામાની અને આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ડોક્ટર પર દુષ્કર્મ અને બળાત્કારમાં સંડોવાયેલા લોકોની ધરપકડની માંગણી કરી રહ્યા હતા. ગઈ કાલે છાત્ર સમાજ દ્વારા નબન્ના અભિયાન દરમિયાન કોલકતામાં હિંસાના બનાવ બન્યા હતા. દરમિયાન, રાજ્ય સરકારે જણાવ્યું છે કે તે ભાજ...

ઓગસ્ટ 28, 2024 10:58 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 10:58 એ એમ (AM)

views 4

ચીલીના વિદેશ મંત્રી આલ્બર્ટો વાન ક્લેવરેન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર અને ચિલીના વિદેશી મંત્રી આજે નવી દિલ્હીમાં બીજી ભારત-ચીલી જોઇન્ટ કમિશનની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત, શ્રી ક્લેવરેન આજે ચિલી-ઈન્ડિયા બિઝનેસ (એગ્રીકલ્ચર) સમિટમાં પણ ભાગ લેશે અને બાદમાં મુંબઈ જવા રવાના જશે. ચીલીના વિદેશ મંત્રી આલ્બર્ટો વાન ક્લેવરેન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા છે. લેટિન અમેરિકન ક્ષેત્રમાં ચિલી ભારતનું મુખ્ય ભાગીદાર છે. શ્રી ક્લેવરેનની આગામી મુલાકાત બંને પક્ષોને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવાની અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરીને ...

ઓગસ્ટ 28, 2024 9:34 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 9:34 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સામે નાગરિકોની સલામતી રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ સહિત રાહત કમિશનર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યની પરિસ્થતિનો સતત તાગ મેળવી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું. રાજ્યમાં પૂરની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા રાહત-બચાવ કામગીરી માટે આર્મીની 6 કોલમ ક્રમશ: દેવભૂમ...

ઓગસ્ટ 28, 2024 9:10 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 9:10 એ એમ (AM)

views 15

રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો

રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને આવતીકાલ એટલે કે ગુરૂવારે યોજાનારો મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ તેમજ જિલ્લા કક્ષાએ યોજવામાં આવતો જિલ્લા સ્વાગત મુલતવી રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત 29 ઓગસ્ટના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ સંબંધિતોને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જન સંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઓગસ્ટ 28, 2024 8:53 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 8:53 એ એમ (AM)

views 12

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ વચ્ચે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના જે જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે, તેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપરુ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા...

ઓગસ્ટ 22, 2024 12:23 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 12:23 પી એમ(PM)

views 14

રાજ્યમાં હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. રાજ્યમા આજે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ, સૌથી વધારે 71 મિલીમીટર વરસાદ આણંદના ખંભાત તાલુકામાં વરસ્યો હતો. જ્...

ઓગસ્ટ 22, 2024 12:15 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 12:15 પી એમ(PM)

views 10

રાજ્યની સહકારી બેન્કોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે 22 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા

રાજ્યની સહકારી બેન્કોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે 22 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં 6 હજાર 500 કરોડ રૂપિયાની થાપણ પણ જમા થઈ છે તેમ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી. રાજ્ય વિધાનસભામાં શ્રી વિશ્વકર્માએ કહ્યું, બનાસકાંઠામાં પાયલટ પ્રૉજેક્ટ અંતર્ગત સહકારી મંડળીઓના ખાતા જિલ્લા સહકારી બેન્કમાં ખોલવવા માટે સમજૂતી કરવામાં આવી હતી, જે હેઠળ એપ્રિલ 2023થી જુલાઈ 2024 સુધીમાં બનાસકાંઠામાં કુલ 616 દૂધમંડળીઓના નવા ખાતા જિલ્લા મધ્યસ્થ સરકારી બેન્કમાં ખોલાયા છે...

ઓગસ્ટ 22, 2024 11:40 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 11:40 એ એમ (AM)

views 11

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 55,575 આવાસ તૈયાર કરાયા

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 55 હજાર 575 આવાસ તૈયાર કરાયા છે. આ માટે સરકારે એક હજાર 952 કરોડ રૂપિયાની સહાય ચૂકવી છે. ગુજરાત વિધાનસભામાં ટૂંકી મુદતના પ્રશ્નમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુત્તરમાં શહેરી વિકાસ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી. શ્રી પટેલે જણાવ્યું કે, આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસની સુવિધા મળી રહે એ માટે હાઉસિંગ ફોર ઑલના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા છેલ્લા 2 વર્ષમાં 55 હજાર 575 આવાસ પ્રધાનમંત્રી આ...

ઓગસ્ટ 22, 2024 11:21 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 11:21 એ એમ (AM)

views 7

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આવતીકાલે અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે.

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આવતીકાલે અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ અમેરિકાના સંરક્ષણમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ મુલાકાત ભારત-અમેરિકા વચ્ચે વધતા જતા સંરક્ષણ સંબંધોની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહી છે. આ મુલાકાત ભારત-અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવે તેવી આશા છે. શ્રી રાજનાથ સિંહ અમેરિકાના સંરક્ષણ ઉદ્યોગ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું વડપણ સંભાળશે. તેઓ અમેરિકાના ભારતીય સમુદાય સાથે પણ સંવાદ સાધશે